________________
ગૃહસ્થ શ્રાવકે કહેલ પાદછન વિગેરેનું સાધુએ મનથી આવાદન કરવું નહીં અર્થાત મનમાં તેની અભિલાષા કરવી નહીં. તથા “ તં નિયમે વચન અને કાયાથી પણ તેનું અનુ. મદન કે સમર્થન કરવું નહીં. કેમકે આ પ્રમાણે ગૃહસ્થ શ્રાવકે કરેલ પાદપ્રેછનાદિ પણ પણ પરક્રિયા વિશેષ હોવાથી કમબંધનું કારણ માનવામાં આવેલ છે. તેથી કર્મબંધથી છુટવા માટે દીક્ષા ધારણ કરનારા સાધુએ આ રીતના પાદપ્રેછનાદિનું મન વચન અને કાયાથી સમર્થન કરવું નહીં. કેમકે સંયમનું પાલન જ સાધુનું કર્તવ્ય માનેલ છે. આ જ રીતે પરસ્પર એક સાધુએ બીજાસાધુના પાદપ્રમાર્જનાદિ કરવા નહીં કારણ કે એક સાધુએ બીજા સાધુના પાદપ્રમાજનાદિ કરવાથી સંયમની વિરાધના થાય છે એ બતાવવા માટે આ અતિદેશ કહેલ છે.-'વં નેચવા નમના િિા વિપૂર્વોક્ત કથન પ્રમાણે અર્થાત્ ગૃહસ્થ શ્રાવકને જેમ સાધુના પાદ માર્જનાિિક્રયા કરવાનો નિષેધ કહેલ છે. એ જ પ્રમાણે અન્ય એક સાધુએ બીજા સાધુના પાદમાજનાદિ ક્રિયાને પણ નિષેધ સમજવો. જેમ કે–એક સાધુ પણ જે બીજા સાધુના પગનું આમાર્જન અને પ્રમાર્જન કરે તો તેને પણ અર્થાત્ એક સાધુ દ્વારા કરવામાં આવનારા બીજા સાધુના પાદÈછનાદિ ક્રિયાનું પણ બીજા સાધુએ આસ્વાદન કરવું નહીં અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં. તથા વચનથી પણ એ સાધુને પાદ પૂંછનાદિ કરવા માટે કહેવું નહી. તેમજ કાયથી પણ હાથ વિગેરેના ઈશારા દ્વારા એ પાદ ગ્રંછનાદિ ક્રિયા કરવા માટે પ્રેરણા કરવી નહીં. કેમકે એક સાધુથી પણ કરવામાં આવનારી બીજા સાધુના પાદ છનાદિ ક્રિયા પરક્રિયા વિશેષ હેવાથી કર્મબંધનું કારણ માનવામાં આવેલ છે. તેથી કર્મબંધાદિ દેથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા સાધુ એ આ પ્રકારે એક સાધુથી કરવામાં આવનારી પાદ પ્રછનાદિ કિયા તન મન અને વચનથી પણ કરાવવી નહીં. કેમકે સંયમનું પાલન કરવું એજ સાધુનું પરમ કર્તવ્ય છે. તેથી આ રીતે એક સાધુએ બીજા સાધુના પગેનું સંવાહન અને પરિમર્દન પણ કરવું નહીં. તથા એક સાધુએ બીજા સાધુના પગોનું સંસ્પર્શન કે રંજન પણ કરવું નહીં. તથા એક સાધુએ બીજા સાધુના પગેનું પ્રક્ષ) કે અત્યંજન પણ કવું નહીં. તથા એક સાધુએ બીજા સાધુના પગેનું ઉદ્ધવંતન ઉદ્વલન પણ કરવું નહીં. તથા એક સાધુએ બીજા સાધુના પગનું ઠંડા પાણીથી પ્રક્ષાલનાદિ પણ કરવા નહીં તથા એક સાધુએ બીજા સાધુના પગોનું વિલેપન પણ કરવું નહીં. તથા એક સાધુએ બીજા સાધુના પગીને સુગંધવાળા ધૂપથી સુવાસિત પણું કરવા નહીં તથા એક સાધુ એ બીજા સ ધુના પગમાં લાગેલ કાંટા વિગેરે કહાડવા નહીં. તથા એક સધુ દ્વારા બીજા સાધુતા પગમા થયેલ પરૂ કે બગડેલ લેહ વિગેરે પણ કહાઢવા નહીં. કેમકે ઉક્ત પ્રકારથી એક સાધુ દ્વારા બીજા સાધુના પગોનું પ્રોંછન સંવાહન-ધૂપન-વિશેધન અને કંટક નિસારણાદિ ક્રિયા પણ પરક્રિયા વિશેષ હોવાથી કમ બંધનું કારણ માનવામાં આવેલ છે. તેથી જન્મમરણ પરંપરાના મૂળ કારણરૂપ કર્મબંધનેથી છુટવા માટે દીક્ષા ધારણ કરવાવાળા સાધુએ બીજા સાધુ પાસે પાદપ્રેછનાદિ ક્રિયા કરાવવા માટે તન મન વચનથી પ્રેરણા કરવી નહીં અને તેને સ્વીકાર પણ કરવો નહીં કેમ કે એ પ્રમાણે કરવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમના પાલન માટે આ રીતે કરવું નહીં. સૂ૦ ૧
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧૬