________________
પણ સાધુએ મનથી અસ્વાદન કરવું નહીં. તથા એ સાધુને જે કોઈ ગૃહસ્થ શ્રાવક ખેળામાં કે પલંગ પર બેસાડીને પગેને ઠંડા પાણીથી કે અત્યંત ગરમ પાણીથી એકવાર કે અનેકવાર ધુવે તે સાધુએ તેનું આસ્વાદન કરવું નહીં અર્થાત મનમાં તે માટે અભિ લાષા કરવી નહીં. તથા તન અને વચનથી પણ તેનું અનુદન કે સમર્થન કરવું નહીં. તથા એ સાધુને જે કોઈ ગૃહસ્થ શ્રાવક મેળામાં કે પલંગ પર સુવડાવીને કે બેસાડીને પગનું કોઈ વિલેપન દ્રવ્યથી વિલેપન કરે તે તેનું સાધુએ મનથી આસ્વાદન કરવું નહીં. અને વચન તથા કાયથી પણ એ વિલેપનનું અનુદન કે સમર્થન કરવું નહીં. એ જ પ્રમાણે એ સાધુને કોઈ ગૃહસ્થ શ્રાવક ખેળામાં અથવા પલંગ ઉપર સુવડાવીને કે બેસારીને પગેનું અત્યંત સુગંધવાળા ધૂપ દ્રવ્યથી સુંગધિત કરે અથવા મેળામાં કે પલંગ પર સુવડાવીને કે બેસાડીને કોઈ અત્યંત સુગંધવાળા ધૂપ દ્રવ્યથી સુવાસિત કરે તે તેનું પણ સાધુએ મનથી અસ્વાદન કરવું નહીં. અને વચન તથા કાયથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં તથા જે કોઈ ગૃડસ્થ શ્રાવક શ્રદ્ધા ભક્તિથી સાધુના પગમાં લાગેલા કાંટાને કહાડે કે કહાડીને તેનું વિશાધન કરે તે તેનું સાધુએ આસ્વાદન કરવું નહીં. અર્થાત્ મનમાં તેની અભિલાષા કરવી નહીં. અને વચન તથા શરીરથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં. તથા એ સાધુને કોઈ ગૃહસ્થ શ્રાવક ખેાળામાં કે પલંગ પર બેસાડીને પગમાંથી પરૂ અથવા બગડેલ લેહીને કહાડે કે તેનું વિશાધન કરે તે તેનું પણ સાધુએ મનથી આસ્વાદન કરવું નહીં. અને વચન તથા શરીરથી પણ તેનું અનુદન કે સમર્થન કરવું નહીં. કેમકે- આ પ્રકારથી જૈન સાધુને ખેાળામાં કે પલંગ ઉપર સુવડાવીને કે બેસાડીને પગોના સંવાહન કે પરિમર્દન એવં સંસ્પર્શન રંજન તથા પ્રક્ષણ કે અભંજન તથા લેધદિ ચૂર્ણથી ઉદ્વર્તન કે ઉદ્વલન અથવા ઠંડા પાણી વિગેરેથી પ્રક્ષાલન અથવા વિલેપન અને સંધૂપન તથા કાંટા વિગેરે કહાડ તથા પરૂ કે હીના વિશે ધન વિગેરે કિયાપણ પરક્રિયા વિશેષ હોવાથી સાધુને કર્મબંધ દેષ લાગવાને સંભવ છે તેથી કર્મબંધ દેષથી બચવા માટે સાધુ બે આ પ્રકારથી ગૃહસ્થના દ્વારા પગ વિગેરેના સંવાહનનું મન વચન કે શરીરથી અનુમોદન કરવું નહીં.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧૪