________________
આમત્તિકા વા, મnિsઝ વા’ એ પૂર્વોક્ત સાધુના શરીરમાં ઘા કે ગુમડા ફેલા વિગેરેને પાણિ વિગેરેથી એકવાર કે અનેકવાર પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક ધુવે તો એ રીતે ગૃહસ્થ શ્રાવકે ભક્તિથી કરેલ સાધુના શરીરની ઘા વિગેરેની માર્જન ક્રિયા પણ પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનનું કારણરૂપ હોય છે. તેથી તેનું અર્થત ઘા વિગેરેનું ગૃહસ્થ દ્વારા પાણીથી માર્જન કે સાફસુફી સાધુએ “નો સં સાયણ' આસ્વાદન કરવું નહીં તેમ જ “નો તે નિમે મનથી એ ઘાના માર્જન ક્રિયાની ઈચ્છા કરવી નહીં અને કાય તથા વચનથી પણ એ ત્રણ માર્જન ક્રિયાનું અનુમોદન કે સમર્થન કરવું નહીં કેમ કે આ રીતે શરીરમાં થયેલ વણનું માર્જન કરાવવાની ઈચ્છા કરવાથી અથવા અભિલાષા કરવાથી કે પ્રેરણું કરવાથી સાધુને કર્મબંધ દેવ થાય છે. તેથી આ પ્રકારના શરીરના ગુમડા વિગેરે ઘાનું માર્જન કે સાફસુફી સાધુએ પિતે જ કરી લેવી. પરંતુ ગૃહસ્થ શ્રાવકને તેમ કરવા તન મન વચનથી અભિલાષા અમર પ્રેરણા કરવી નહીં. કેમ કે સાધુએ સાંસારિક કર્મબંધનેથી છૂટવા માટે જ દીક્ષા ધારણ કરેલ છે. અને પૂર્ણ રીતે સંયમનું પાલન કરવું એ જ સાધુનું કર્તવ્ય માનેલ છે. તેથી સંયમના પાલન માટે તન મન અને વચનથી તેનું સમર્થન કરવું નહીં, - હવે પ્રકારાન્તરથી ક્રિયા વિશેષને નિષેધ કરે છે. “શે સિયા વો વળે સંવા
= at' એ પૂર્વોક્ત સાધુના શરીરના ઘા ગુમડા વિગેરેને જે પર અર્થાત ગૃહસ્થ શ્રાવક હાથથી સંવાહન કરે અર્થાત્ શ્રદ્ધાભક્તિથી એ ત્રણ કે ઘાને ધીરેથી દબાવે કે “પત્રિમ7 વા પરિમર્દન કરે અર્થાત્ સાધુને શાંતિ માટે ગૃહસ્થ શ્રાવક જે શરીરમાં ત્રણદિનું સંવાહન કરે તે એ સંવાહનાદિનું સાધુએ “નો તં સાચા આસ્વાદન કરવું નહીં અર્થાત મનથી એ શરીરમાં થએલ તે ત્રાદિના સંવાહનાદિની ઈચ્છા કરવી નહીં. તથા નો તં નિરણે વચન અને કાયથી પણ એ ત્રણાદિના સંવહન માટે ગૃહસ્થ શ્રાવકોને પ્રેરણા કરવી નહીં. કેમ કે આ પ્રકારથી ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ત્રણદિના સંવાહન પરિમદન પણ પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ થાય છે. તેથી જન્મમરણ પરંપરાઓના મૂળભૂત કર્મબંધનેને સર્વથા દૂર કરવા માટે દીક્ષાને સ્વીકાર કરવાવાળા મુનિએ આ પ્રકારના શરીરમાં થયેલ ત્રણાદિની સંવાહનાદિ કરવા માટે તન, મન, અને વચનથી શ્રાવકને પ્રેરણા કરવી નહીં. પ્રેરણા કરવાથી સંયમની વિરાધના થાય છે, તેથી તેમ કરવું નહીં,
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૦ ૩