________________
એ સ્થાનમાં વિહાર કરનારા સાધુઓએ રાજાની આજ્ઞા ગ્રહણ કરવી તે રાજાવગ્રહ છે. અને પ્રાન્તમાં ગૃહપતિનું શાસન હેવાથી ત્યાં વિચરવાવાળા સાધુઓએ ગૃહપતિની આજ્ઞા ગ્રહણ કરવી તે ગૃહપત્યવગ્રહ કહેવાય છે. તથા વ્યક્તિગત કેઈપણ ગ્રહણ શ્રાવકના ઘરમાં કે ઉપાશ્રયમાં નિવાસ કરવા માટે મુનિએ સાગરિક અર્થાત્ ગૃહસ્થપણામાં રહેનારે ગૃહસ્થ વ્યક્તિની આજ્ઞા ગ્રહણ કરવી તે સાગરિક અવગ્રહ કહેવાય છે. કેમકે અગાઉ અર્થાત્ ઘર સાથે રહેનારાને સાગરિક કહે છે. અને તેમની આજ્ઞા ગ્રહણ કરવી તે સાગારિક અવગ્રહ સમજ. આ સાગરિક અવગ્રહને “શય્યાતરાવગ્રહ' એ શબ્દથી પણ વ્યવહાર કરવામાં આવે છે. અને પૂર્વકાળથી જ ઉપાશ્રયમાં નિવાસ કરનારા મુનિયાની આજ્ઞા ગ્રહણ કરવી તે સાધર્મિક અવગ્રહ કહેવાય છે. પોતાના સાંગિક સાધુઓની વસ્તુઓને ગ્રહણ કરવા પણ તેમની આજ્ઞા લેવી જોઈએ. આ રીતે સાધુ મુનિએ કઈ પણ સાધારણ કે વિશેષ પ્રકારની વસ્તુને આજ્ઞા વિના ગ્રહણ કરવી નહીં. આ સિદ્ધાંત આગમ પ્રતિપાદિત છે.
આ ઉપરોક્ત કથનનો ઉપસંહાર કરતાં સરકાર કહે છે કે-“gવું છુ તા મિત્રવૃત્તિ ઉમરવુળી વા સામયિં “હ વડના સમર’ આ પૂર્વોક્ત પ્રકારથી એ સાધુ સાધવીનું સમગ્રપણુ અર્થાત્ સાધુ સામાચારી છે કે-સારી રીતે સંયમનું પાલન કરવું એજ સાધુ પણાની પૂર્ણતા સમજવી. “વાહ દિFT સત્તા આ પ્રમાણે અવગ્રહરૂપ પ્રતિમા અર્થાત્, પ્રતિજ્ઞા સમાપ્ત થઈ. તથા આ અવગ્રહ પ્રતિમા નામનું સાતમું અધ્યયન સમાપ્ત થયું. અને આ પ્રથમ આચારાંગ ચૂલા પણ સમાપ્ત થઈ. સૂ. ૨-૭ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસલાલજી મહારાજ વિરચિત “ આચારાંગસૂત્ર”ની બીજા શ્રુતસ્કંધની મર્મપ્રકાશિકા વ્યાખ્યામાં સાતમું અવઠપ્રતિમા અધ્યયન સમાપ્ત tણા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬૧