________________
વ્યાપારના કડવા પરિણામથી અપરિચિત છે અને વિષયતૃણાથી સર્વ પ્રકારે પીડિત છે, અથવા ઈષ્ટની અપ્રાપ્તિ અને અનિષ્ટના સંપર્કથી, અગર ઈષ્ટને વિયોગ થવાથી જે અત્યંત વ્યાકુળ બનીને સર્વ પ્રકારથી અંદર અને બહાર સંતપ્ત બને છે, અને અશરણને જ અર્થાત્ પચન–પાશનાદિકરૂપ સાવદ્ય વ્યાપારને જ આ “શરણ-શ્રેયસ્કર-છે” એમ માને છે, તે વિષયરૂપી જવનિકા(પર્દી)થી તિરોહિત સમકિતવાળા બનને તેવા સાવદ્ય વ્યાપારમાં જ લવલીન બને છે. અને તેવાં જ પાપજનક કાર્યો–સાવધ વ્યાપારમાં રચ્યા-પચ્યા રહે છે–આનંદ માનતા રહે છે. અરે ! સાવદ્ય વ્યાપારમાં તલ્લીન ગૃહસ્થની તો વાત જ કયાં કરવી? પરંતુ એવા પણ કેટલાક દ્રવ્યલિંગી મુનિઓ હોય છે કે જે વિષયરૂપી વિષથી ઉદ્ભ્રાન્તચિત્ત બનીને અનાચારનું સેવન કરવામાં લજાતા નથી. આ વાત “ જાન જ મતિ” આ સૂત્રાશથી સૂત્રકાર કહે છે –
આ જીનશાસનમાં શિથિલ કર્મવાળા કુશીલ પાસસ્થાદિકોની એકચર્યા થાય છે—કુશીલ પાસસ્થાદિકો એકલા વિહાર કરે છે. આચરણ કરવું અગર જેનું આચરણ કરવામાં આવે છે તે ચર્યા છે. એકની ચર્ચા કર્યા છે. આ પ્રશસ્ત અને અપ્રશસ્ત રૂપથી બે પ્રકારની છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત ચર્ચાના પણ દ્રવ્ય અને ભાવથી બે ભેદ છે. ૧૨–બાર પ્રકારની મુનિપ્રતિમાને ધારણ કરવાવાળા અથવા શ્રદ્ધા આદિ આઠ ગુણ સહિત સ્થવિરકલ્પી સાધુની ચર્યા દ્રવ્યથી પ્રશસ્ત ચર્યા છે. સ્થાનાંગમાં એ જ વિષય “અદૃહિં હિં” ઈત્યાદિસૂત્રથી કહ્યો છે.
આઠ સ્થાનેથી સંપન્ન અણગાર એકાકવિહારપ્રતિમાને ધારણ કરી વિહાર કરવાને લાયક છે. એ આઠ સ્થાન આ છે -(૧) શ્રદ્ધી પુરૂષ જાત, (૨) સત્ય પુરૂષજાત, (૩) મેઘાવી પુરૂષજાત, (૪) બહુશ્રુત પુરૂષજાત, (૫) શક્તિમાન , (૬) અલ્પાધિકરણવાળા, (૭) ધૃતિમાન, (૮) વીયસંપન્ન.” (. ૮ ટૂ. )
રાગદ્વેષરહિત સાધુની ચર્ચા ભાવથી પ્રશસ્ત ચર્યા છે. જેને ભાવ અપ્રશસ્ત છે તે એકચર્યા. (એકાકિવિહારિતા) નથી કરી શકતે, કારણ કે તેની એકચર્યા રાગદ્વેષના સદ્દભાવથી થાય છે. ભાવભેદવાળી એકચર્યામાં રાગ અને શ્રેષને સદભાવ બનતું નથી, એ માટે તેના અસત્ત્વમાં અપ્રશસ્તતા આવતી નથી. તાત્પર્ય એ છે કે અપ્રશસ્ત એકચર્યામાં “ભાવથી અપ્રશસ્ત એકચર્યા” એ ભેદ બંધ બેસતું નથી, કારણ કે ભામાં અપ્રશસ્તતા રાગદ્વેષના સદૂભાવથી જ આવે છે. જ્યાં રાગદ્વેષના અભાવથી એકચર્યા થાય છે તે ભાવથી પ્રશસ્ત એકચર્યા છે. રાગદ્વેષના નિમિત્તને લઈને જ્યાં એકચર્યા છે તે ભાવથી એકચર્યા નથી, પરંતુ અપ્રશસ્ત એશ્ચર્યા જ છે. દ્રવ્યથી અપ્રશસ્ત એકચર્યા ગૃહસ્થો, પાંખડીઓ અને સાધુ સામાચારીથી શિથિલ પાસસ્થાદિક તથા અનપદ કહેવામાં આવવાવાળા કોધાદિક આઠ દોષોથી યુક્ત ને થાય છે. પ્રકૃતિ (પ્રકરણ) માં
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૬૯