________________
પ્રયોજન અગર કઈ પણ પ્રકારના પ્રોજન વગર ત્રસ અને સ્થાવર જેની હિંસાના કાર્યમાં પ્રવૃત્તિશીલ રહ્યા કરે છે. ધર્મ અર્થ અને કામ આ ત્રણે પુરૂષાર્થની સિદ્ધિને માટે અથવા પૃથક્ન-ધર્માદિના કેઈ એકેક કારણને માટે એવા પ્રાણીથી જીવોની હિંસા જરૂર થતી રહે છે. દેવની પ્રતિમા બનાવવી, મંદિર બનાવવું, ખેતીનું કામ કરવું કે કરાવવું તેમાં અને મહેલ-મકાન બનાવવામાં પૃથ્વીકાયિક જીવોની, ખેતી વગેરેના કામકાજમાં, અષ્કાયિક જીવની, ભેજન આદિ તૈયાર કરવા કરાવવામાં તેજસ્કાયિક ની અને ગરમીમાં ઠંડી હવાના ઉપયોગ માટે પંખા આદિથી વાયુકાયિક જીની તેમજ પાક આદિને માટે વનસ્પતિકાયિક જીવોની અને પૃથ્વી આદિના આશ્રિત ત્રસકાયિક જીવની હિંસા થાય છે. તેવી રીતે કોઈ પણ જાતને કારણ વગર વ્યર્થ-કુતુહલવશ પૃથ્વી આદિને પાવડા કેદાળી ઇત્યાદિ દ્વારા ખોદવાથી, શિકાર જેવાં કાર્યો કરવાથી પૃથ્વીકાયિક આદિ સ્થાવર તથા ત્રસકાયિક જીવોની હિંસા થાય છે.
ભાવાર્થ—અહિંસાવ્રત ન પાળવાથી અસંયમી જીવ ત્રસ અને સ્થાવરકાયના જેની કોઈ પ્રયોજનાર્થે હિંસા કરતા રહે છે, કારણ વગર પણ તેમનાથી હિંસાને ત્યાગ થઈ શકતું નથી. જેવાં કે આસપાસનું ઘાસ-ધરો વગેરે ઉખાડવું, માટી
દવી, આ ઉપરાંત રસ્તે ચાલતાં ચાલતાં વૃક્ષ વગેરેની ડાળીઓ તડવી, લાકડીથી કુતરાં વગેરેને મારવાં. ઈત્યાદિ.
આ પ્રકારે જે સત્યવ્રત, અચૌર્યગ્રત વગેરે પાળતા નથી એવા જુઠા બેલા અને ચોરી આદિ પાપ કરવાવાળા પ્રાણી પણ ત્રસ અને સ્થાવરની હિંસાથી બચી શકતા નથી, તેઓને પણ ત્રસ અને સ્થાવરની હિંસાથી થતું પાપ લાગ્યા વગર રહેતું નથી. આ પ્રકારની યોજના શેષગ્રતોમાં પણ કરી લેવી જોઈએ.
ઘેર વિજાગૃત્તિ આ પ્રકારે અસંયમી જીવે છે તે કાયની વિરાધનાજન્ય પાપકર્મના બંધથી તે તે કાના જીવમાં ઉત્પન્ન થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૫૨