________________
,,
પરિહારવિશુદ્ધિક, યથાલકિ, અને પ્રતિમાપ્રતિપન્ન, એવા સાધુઓમાંથી અહીં કોઈ એકનું ગ્રહણ કરેલ છે. “ ટ્વામ્યાં વસ્રામ્યાં યુતિઃ ” આ કથનથી યદ્યપિ સામાન્યતયા એ વસ્રને જ રાખવાના કલ્પ કથિત થએલ છે, પરન્તુ તે એ વસ્રોમાં એક સુતરનુ અને એક વસ્ત્ર ઉનનું અનેલ કમ્બલ, એવાં એ વસ્ત્ર જ પરિગતિ થયેલ છે માટે વસ્ત્રસામાન્ય અર્થનું પ્રતિપાદન કરવાવાળા આ વસ્ર શબ્દથી આ બે વસ્ત્રોનેાજ સ્વીકાર કરેલ છે, એવું સમજવું જોઈ એ. “ ને મિલ્લૂ ” અહીંથી લઈ “ સમત્તનેત્ર સમજ્ઞાળિયા ’’ અહિં સુધીના પદોની વ્યાખ્યા આ અધ્યયનના ચોથા ઉદ્દેશના અંતગત પહેલા બીજા અને ત્રીજા સૂત્રની વ્યાખ્યા જેવી જ સમજવી જોઇએ. તેમાં ત્રણ વજ્ર અને એક પાત્રને લઇને વ્યાખ્યા કરવામાં આવેલ છે, અહિં એ વસ્ત્ર અને એક પાત્રને લઈને વ્યાખ્યા થશે. ખસ આથી આ સૂત્રના પદોની વ્યાખ્યામાં એ જ વિશેષતા છે, તેને માટે આ વ્યાખ્યાનુસાર મુનિ અધિકની યાચના ન કરે.
તેના પછીના પદોની વ્યાખ્યા આ પ્રકારની છે-જે ભિક્ષુના ચિત્તમાં આ પ્રકારના વિચાર આવે છે કે“હું વાત આદિ રોગોથી વ્યાકુળ બની શક્તિરહિત બની ગયેલ છું માટે ભિક્ષાચર્યોં નિમિત્ત એક ઘરેથી ખીજા ઘરે જવાની હવે મારામાં શક્તિ રહી નથી ” આ પ્રકારથી કહેવાવાળા અથવા ઉપલક્ષણથી નહીં કહેવાવાળા એ સાધુના નિમિત્ત કોઈ ગૃહસ્થ કે જે પ્રકૃતિથી ભદ્ર અને પોતાના સંપ્રદાયના અનુરાગી છે તે ષડ્ડવિનકાયની વિરાધનાથી સપન્ન બનેલ ચાર પ્રકારના આહારને પેાતાને ઘેરથી મુનિના સ્થાનપર લાવીને તે તેને આપે તે ગૃહસ્થદ્વારા લાવવામાં આવેલ એ આહારાદિકના પોતાના જીવનમાં પણ સ્પૃહારહિત અનેલ ગ્લાન સાધુ ન લે, અને વીતરાગના ઉપદેશનું અનુસરણ કરવાવાળા હાવાથી તે પોતાના મૃત્યુ સુધીની પરવા પણ ન કરે. આ અવસ્થામાં કદાચ તેનું મૃત્યુ પણ થઈ જાય તો પણ અકલ્પનીય એ અભ્યાત આહારાદિકનું ગ્રહણ કરવું ઠીક નથી. આમાં જીનકલ્પી આક્રિ મુનિજનેમાંથી કોઇ પણ મુનિજન કેમ ન હોય તે આહાર આદિનુ ગ્રહણ કરતાં પહેલાં જ આ વાતનો વિચાર કરે કે “ આ આહાર આદિ સામગ્રી આદ્યાકી આદિ દોષોથી દૂષિત હોવાથી, અને અભ્યાદ્ભુત-લાવવામાં આવેલ હોવાથી પ્રાસુક હોવા છતાં પણ મારા માટે કલ્પ્ય નથી, એના સેવનની અપેક્ષા મરણ જ સારૂં છે” એવા વિચાર કરે. અને લાવીને આપનાર એ ગૃહસ્થને પણ આ પ્રકારથી સમજાવે કે—“ હે આયુષ્મન્ ! ગૃહસ્થ ! આ લાવવામાં આવેલ ચારે પ્રકારના આહાર, અથવા યથાયોગ્ય વસ પાત્ર આદિ અન્ય વસ્તુઓ જે એ પ્રકારની છે. ચાહે સદેષ હાય, ચાહે નિર્દોષ હોય, મારા ભાગ ઉપભાગ અને પાનના ચાગ્ય નથી કેમ કે એ બધું આધા કદિ દોષોથી ભરેલ છે. આધાકર્માદિોષવિશિષ્ટ આહારાદિક સામગ્રી સાધુને માટે કલ્પ્ય માનવામાં આવેલ નથી, આ માટે હું આ બધાને ત્યાગ કરૂં છું.(સ્૦૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૫૭