________________
મનુષ્ય એ સ્ત્રીની સાથે એ મુનિને કે જેણે ઘણુ કાળથી સંયમ પર્યાયની સારી કમાણી કરી છે અને એ જ તારૂપી ધનને જેની પાસે એક સહારે છે અને જે ઉપસર્ગજન્ય પરાભવને સહેવામાં અસહિષ્ણુ છે એને એ ઘરમાં પ્રવેશ કરાવી દઈ બહાર નિકળવા દેતા નથી. એવી અવસ્થામાં એ મુનિ કે જેને ત્યાંથી નિકળવામાં કેઈ ઉપાય નથી સૂજ અને જે પિતાના શીલના ભંગથી ડરી રહેલ છે, એને માટે એ જ કર્તવ્ય માર્ગ છે કે તે એ સમયે વૈહાયસ આદિ મરણ અંગીકાર કરે. અર્થાત્આ પ્રકારને ઉપદ્રવ આવવાથી તે મુનિ ગળામાં ફાંસી લગાવી, વિષનું ભક્ષણ કરી અથવા તે જીભને ખેંચી કાઢી પિતાના પ્રાણનું વિસર્જન કરી દે. જો કોઈ બીજો ઉપાય તેને ન સૂઝે તે ઉપરથી પડીને પણ પ્રાણનું વિસર્જન કરી દે. ગમે તેવી આપત્તિ વચ્ચે પણ પિતાના અમૂલ્ય ચારિત્રની ચોરી પોતાની આંખો સામે ન થવા દે. એ સમયે આ વિચાર તે અવશ્ય કરે કે મને તો ઉત્સર્ગ માર્ગ મારા પ્રાણ કરતાં પણ વધુ પ્યારે છે. હું તો એ ચાહું છું કે મારું મરણ ભકતપરિણા, ઇંગિત મરણ, અને પાદપપગમન, આ ત્રણ મરણમાંથી એક મરણની આરાધનાથી થાય, પરંતુ મારા જેવા દુર્ભાગીને માટે જીવનને આ સુવર્ણ અવસર જેવાને ન મળે, આ રીતે આત્માની નિંદા કરતાં કરતાં તે સાધુ આ જોઈને–“એ મરણનો સમય ચિરકાળસાધ્ય છે, અને આ સમય હવે કાળક્ષેપ કરવા ગ્ય નથી તો એની સંભાવના પણ કેમ થઈ શકે ? આ ચારિત્રને નાશ કરનાર ઉપદ્રવ આવીને પડ્યો છે, એ કારણે મારે માટે આ સમયે અપવાદમાગરૂપ મરણ પંડિત મરણ છે. વૈહાયસ, ગાદ્ધપૃષ્ઠ વગેરે મરણ બાળ-મરણ છે, મારું કામ તો આ સમયે આથી જ સાધ્ય બને છે. આથી આને જ પંડિતમરણ માનીને હું મારું કામ કરી લઉં. આમાં જ મારું કલ્યાણ છે.” હાયસ આદિ મરણ સ્વીકાર કરે.
શંકા–વિહાયસ અને ગાદ્ધ પૃષ્ઠરૂપ બાળમરણથી પ્રાણ છોડવાવાળાને અનથની પ્રાપ્તિ થવાનું આગમમાં બતાવેલ છે. જેમ
इच्चेएणं बालमरणेणं मरमाणे जीवे अणतेहिं णेरइभवग्गणहि अप्पाणं संजोएइ जाच अणाइयं च णं अणवयम्गं चाउरत संसारकतारं भुज्जो भुज्जो परियट्टइ" इति।
અર્થાત્ ––આ બાલમરણથી મરવાવાળા જીવ અનcવાર પોતાના આત્માને નરકમાં નાખે છે, અને તે અનાદિ અનન્ત સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.ઈત્યાદિ. આથી આગમમાં એને નિષેધ છે તો પછી આવું બાળમરણનું નિન્દિત આચરણ કેમ કરે છે?
* ઉત્તર–એવું ન કહેવું જોઈએ. કેમ કે મિથુન સકલ અધર્મનું મૂળ છે અને અનેક દેષોને પંજ છે. એના સેવનથી સમસ્ત વ્રતોનો ભંગ થાય છે. આ પ્રકારે દશવૈકાલિકના છઠ્ઠા અધ્યયનમાં કહેલ છે. જેમ–“મૂચિમાર મોરમુ” ઈત્યાદિ. એ મૈથુન કર્મ અધર્મનું મૂળ અને મહાદોષોની ખાણ છે,
શ્રી આચારાંગ સૂત્ર ૩
૨૫૪