________________
પ્રાણીઓના પ્રાણોના નાશના કારણથી સદા દૂર રહે છે, અને પરિગ્રહથી અલગ બની સમસ્ત લોકમાં કાઈ પણ સ્થળે પરિગ્રહના દોષથી લિપ્ત બનતા નથી. અહિં પ્રથમ અને અંતિમ પાપથી તેની નિવૃત્તિ પ્રગટ કરવાથી મધ્યવર્તી મૃષાવાદ આઢિ પાપોથી પણ તે રહિત બને છે. આ વાત પણ પોતે સમજી લેવી જોઈ એ. તે બુદ્ધાધિત સાધુ જ પ્રાણીઓના વિષે પરિતાપ ઉપજાવવાવાળા મન, વચન અને કાયાના વ્યાપારના પરિત્યાગ કરી પાપજનક પ્રાણાતિપાતાદિકરૂપ પાપ કર્યું નહિ કરતાં લઘુકર્મી અને છે, અને ધનધાન્યાદિક બાહ્ય પરિગ્રહથી અને કષાયાદિરૂપ આભ્યંતર પરિગ્રહથી રહિત હોવાથી નિષ્પરિગ્રહી--પરિગ્રહથી રહિત તીર્થંકરોદ્વારા કહેવામાં આવેલ છે.
,
તથા—આ યુદ્ધમાધિત મુનિ ‘બોર્’–એકલા-રાગદ્વેષરહિત હાઈ ‘તિમતઃ’ -મોક્ષ અથવા તેના સાધન-સયમના ‘ લેવુજ્ઞ ’સ્વરૂપના જાણકાર હાય છેસંસારના સાધનાના નહિ, કારણ કે એ આ વાતને સારી રીતે જાણી ચૂકેલ છે કે સ’સારમાં આ જીવને કદી પણ સાચી સુખ શાંતિ મળી શકતી નથી. દેવગતિમાં પણ જીવને જન્મ અને મરણ કરવાં પડે છે. મનુષ્યગતિ, નરગતિ, અને તિર્યંચગતિમાં પણ આવી જ પરિસ્થિતિ છે-ત્યાં પણ જીવ જન્મ અને મરણુના દુઃખાથી રહિત નથી, માટે આવા સમસ્ત સાંસારિક દુઃખાથી છેડાવવાવાળા જો કોઈ હોય તો તે તેના અભાવસ્વરૂપ એક મેાક્ષ જ છે, અને મેાક્ષની પ્રાપ્તિ સંયમથી જ મેળવી શકાય છે. મેાક્ષની પ્રાપ્તિનું કારણ એક સંયમ છે માટે મોક્ષ અને સંયમના સ્વરૂપના જ્ઞાતા બની તેના તરફ પોતાની પ્રવૃત્તિને લગાડે છે અને પાપ કર્મોથી સથા જુદા રહે છે. આ આશયને સમજાવવા માટે ‘ ોનો યુતિમતા વેજ્ઞઃ જીવાત વ્યવન જ્ જ્ઞાત્મા ” આ કહ્યું છે, લેવા—ખેદ શબ્દના અર્થ આ સ્થળે સ્વરૂપ છે, તેના જ્ઞાતાનુ નામ ખેદજ્ઞ છે.
મધ્યમ અવસ્થામાં સયમના આચરણ માટે પ્રાપ્ત થયેલ કાઇ કાઈ જીવ દીક્ષા લઈ તે મુનિ બની જાય છે. તીર્થંકરાક્રિપ્રતિપાદિત વચનરૂપ આગમનુ શ્રવણુ તેમજ મનનથી સમસ્ત જીવોમાં સમતા ધારણ કરવાથી જ શ્રુતચારિત્રરૂપ ધની પ્રાપ્તિ થાય છે, એવા દૃઢ વિશ્વાસથી તે શબ્દાદિક વિષયાની તરફ નહીં જતાં અઢાર પ્રકારના પાપસ્થાનાના પરિત્યાગ કરી પેાતાના ગૃહીત ચાત્રિને ઉજ્જ્વળ કરવા નિમિત્ત સમસ્ત પરિગ્રહથી રહિત બની રાગ અને દ્વેષથી પર બનવાથી માક્ષ અને તેનાં સાધના જાણવાની તરફ જ અગ્રેસર થાય છે. (સ્૦૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૪૪