________________
નવમ સૂત્રકા અવતરણ, નવમ સૂત્ર ઔર છાયા!
જે મિથ્યાદષ્ટિ છે તે મિથ્યાત્વના પ્રભાવથી શુદ્ધ એવા છક્ત ધમને જાણતા નથી, આથી તે મુક્તિને પાત્ર પણ નથી બનતા. આ વાત બતાવવા સૂત્રકાર કહે છે. “તષ્નાઈત્યાદિ–
આસક્તિયુક્ત પ્રાણી, બાહ્યાભ્યન્તર પરિગ્રહોંસે નિબદ્ધ હોતે હૈં, ઉનમેં નિમગ્ન રહતે હૈ, કામભોગમેં અભિનિવિષ્ટ ચિત્તવાલે હોતે હૈ મુનિકો ચાહિયે કિ વે આસક્તિરહિત હો કર સંયમ પાલન કરે, સંયમસે કભી ભી
ભયભીત ન હો!
સૂત્રમાં કૃત્તિ શબ્દ હેતુ–અર્થમાં પ્રયુક્ત થયેલ છે. જે કારણથી તે મિથ્યાદષ્ટિ બાદ્ય પદાર્થોમાં આસક્તિવાળા બની મુકત થઈ શકતા નથી, આ માટે શિષ્યો! તમે પણ માતા પિતા આદિના સંબંધને અને એના વિપાકને વિવેકબુદ્ધિથી વિચાર કરે. જે બાહ્ય અને આન્તરિક પરિગ્રહથી બંધાયેલા છે અને એથી કરી તેઓ એમાં જ ખુંચેલા છે, કામોમાં જેમનું ચિત્ત સર્વ–પ્રકારથી મગ્ન છે તેઓ એ અવસ્થામાંથી મુક્ત થઈ શકતા નથી. આવા જીવો શારીરિક અને માનસિક નાના પ્રકારની વ્યાધિ-ઉપાધિઓમાં સંતપ્ત રહે છે. આ કારણે મુનિનું કર્તવ્ય કે તે રૂક્ષ-સંયમથી કદિ પણ ઉદ્વિગ્ન ન બને. રૂક્ષને અર્થ અહિં સંયમ છે, કેમ કે તે રાગાદિક દેષોથી રહિત હોય છે. આ કારણે તેનામાં સ્નિગ્ધતા આવી શકતી નથી. આ કારણે તે રૂક્ષની તરહ રૂક્ષ છે. રૂક્ષ હોવાથી જ તે કષાયથી અકળાતા નથી. આવા સંયમને ગ્રહણ કરી મુનિ પરિષહ આદિથી ભયભીત ન બને-અવિચલિતચિત્તથી સંયમની પાલના અને તેની સદા રક્ષા કરે.
મિથ્યાદષ્ટિ મુક્ત નથી થઈ શકતા; એનું કારણ સૂત્રકાર બતાવે છે. તે કહે છે કે એનામાં મિથ્યાત્વ હોવા સબબ તેની બાહ્ય પદાર્થોમાં આસકિત રહે છે, જે સંયમની વિઘાતક છે. એની બુદ્ધિ વિષયથી વ્યાપ્ત હોય છે, અને બાહ્ય તથા આતરિક પરિગ્રહોમાં એ સદા મગ્ન રહે છે. આથી ભયંકર એવાં શારીરિક અને માનસિક કષ્ટને સામને કરતાં છતાં પણ સંય મના દર્શનથી પણ વંચિત રહે છે, પછી મુક્તિની તો વાત જ ક્યાં કરવી. આ માટે મુનિનું કર્તવ્ય છે કે સંયમ ધારણ કરવા બાદ પરિષહ અને ઉપસર્ગીદિકોના આવવાથી ભયભીત ન બને અને અવિચલિત મનના બની સંયમની પાલના અને રક્ષા કરતા રહે. (સૂ) ૮ ).
શ્રી આચારાંગ સૂત્ર ૩
૨૦૯