________________
આચાર્ય મહારાજકો ચાહિયે કિ જૈસે પક્ષી અપને બચ્ચોંકો ઉડના સિખાતે હૈં ઉસી પ્રકાર વે ભી ધર્માનુષ્ઠાનમેં અનુત્સાહી શિષ્યાંકો દિન-રાત કમશઃ એકાદશ અંગોની શિક્ષા કેં આચાર્યદ્વારા શિક્ષિત વે શિષ્ય, સકલ પરિષહોં કે સહન ઔર સંસારસાગરકે પાર કરનેમેં સમર્થ હો જાતે હૈં..
ભગવાન શ્રી વર્ધમાન સ્વામીના ધર્મમાં આ પ્રકારે પૂર્વોકત રીતથી કદાચ શિષ્યજન–હેય ઉપાદેયના જ્ઞાનથી વિકળ હોવાના કારણે ભગવાન દ્વારા ઉપદિષ્ટ-ઉપદેશેલ ધર્મની આરાધના કરવામાં અનુત્સાહી હોય તે આચાર્યનું કર્તવ્ય છે કે તેઓ તેને સદ્ ઉપદેશ પ્રદાન કરે. જેનાથી તેની બુદ્ધિમાં વિશદતા આવે. દૃષ્ટાંત–જેમ એક પક્ષીડું પોતાના બચ્ચાને પોષે છે, તેને ચાલતાં ફરતાં શીખવાડે છે, એવી જ રીતે તે શિષ્ય પણ આચાર્ય દ્વારા રાતદિવસ ક્રમ કમથી સામાયિક આદિના અને અગ્યાર ૧૧ અંગોના પાઠી બનાવવામાં આવે છે. જેથી તે સકલ પરિષહ અને ઉપસર્ગો જીતવામાં સહનશીલ બની સંસારસાગરથી પાર થવામાં શકિતસંપન્ન બની શકે. “ત્તિ ત્રવામિ” આ પદની વ્યાખ્યા પહેલા જેવી જાણવી.
ભગવાન દ્વારા કહેવાએલા ધર્મમાં જે શિષ્યજન મંદ પરિણમી હોયઉત્સાહશીલ ન હોય તે, આચાર્યનું કર્તવ્ય છે કે તેને તિરસ્કાર ન કરતાં તેને આ ધર્મની આરાધના કરવામાં ચતુર બનાવે–તેને શાસ્ત્રોને અભ્યાસ કરાવે. જેમ -પક્ષી પોતાના બચ્ચાઓની સંભાળ રાખે છે તે પ્રકારે આચાર્ય પણ તેની દરેક પ્રકારથી સંભાળ રાખીને હેય અને ઉપાદેયના વિવેકથી ભરપૂર મતિવાળા કરવાની ચેષ્ટા કરતા રહે, જેથી તે પરિષહ અને ઉપસર્ગો સહન કરવામાં અધીરે ન બને. સહનશીલ બને, અને આ સંસાર સમુદ્રથી પાર થઈ શકે. (સૂ૦૧૦).
છઠ્ઠા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત . ૬-૩
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૯૧