________________
જવાથી તે મુક્તિથી આ સંસારમાં ફરી પાછા આવતા નથી. જ્યારે તેઓને ફરી સંસારદશા નથી થતી તે એથી એ સ્પષ્ટ છે કે એઓ કઈ પણ પ્રકારના સંગથી લિપ્ત થતા નથી. તે અવસ્થામાં સમસ્ત સંગને વિયેગ રહે છે. તેને ન સ્ત્રીલિંગને, ન પુરૂષલિંગને અને ન સ્ત્રી પુરૂષના અભાવ સ્વરૂપ નપુંસક લિંગને સદ્ભાવ બને છે. તેઓ અલિંગ હોય છે. આ સ્થળે રૂપાદિક પદ્ગલિક ધર્મોના નિષેધથી એ વાત જણાય છે કે તેઓ કયા રૂપમાં છે તે, અમે છદ્મસ્થ છીએ માટે વચનથી ન કહી શકીએ અને ન તે મનથી વિચારી શકીએ. એનાં સ્વરૂપ છદ્મસ્થ જીના મન અને વચનથી અગોચર છે. જ્યારે આ વાત છે તે અમે કઈ પણ સ્વરૂપથી એને ઓળખી શકતા નથી, વાણી અને મન બન્ને વસ્તુઓ પૌદ્ગલિક છે, પૌદ્ગલિકોથી અપૌદ્ગલિકોનું પૂર્ણ રૂપથી વર્ણન થઈ શકતું નથી. અને તે સ્પષ્ટરૂપથી વિચાર પણ થઈ શકે છે. શુદ્ધ સ્વરૂપને જાણવા માટે શુદ્ધ અનુભવ જ કામ આપે છે. એટલે જેનું વાણીથી વર્ણન અને મનથી વિચાર પણ થતું નથી એનું કથન પણ કેમ કરી શકાય, આ સ્વયં એક અનુભવગમ્ય વાત છે.
આ સિદ્ધ ભગવાન કેવળજ્ઞાનના ઢાંકણરૂપ જ્ઞાનાવરણીય કર્મને સદા વિનાશ થવાથી વિશુદ્ધ સમસ્ત આત્મપ્રદેશ દ્વારા સકલ વસ્તુતત્વના જ્ઞાતા છે; આથી તેનું જ્ઞાન અનન્ત છે, આ વાત સ્પષ્ટ છે. કેમકે અનન્ત પદાર્થોને વિષય કરવાવાળા જ્ઞાન અનંત થયા વગર રહેતું નથી, અને અનંત જ્ઞાન થયા વિના એ અનન્ત પદાર્થોના હસ્તાકમલવત્ સાક્ષાત્કાર પણ થઈ શકતો નથી. જ્ઞાનનાં પહેલાં દર્શન થાય છે, દર્શન વગર જ્ઞાનને સદ્દભાવ માનવામાં આવતું નથી. આ માટે જ્યારે એના જ્ઞાનમાં અનન્તતા છે તે આથી એ પણ યુક્તિયુક્ત છે કે તેનું દર્શન પણ અનનતા છે. આ વાતનું બોધન “સંજ્ઞ” આ પદથી સૂત્રકારે કરેલ છે.
શંકાઃ—જે પ્રકારે સાંસારિક પદાર્થોનું વર્ણને કોઈ પદાર્થની ઉપમા આપીને કરવામાં આવે છે એજ પ્રકારથી સિદ્ધોનું વર્ણન પણ અમને ઉપમા આપી સમજાવે?
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૫૩