________________
(6
,,
છે કે તે કદ્ધિ પણ કોઈપણ જીવની હિંસાના કાર્યમાં પ્રવૃત્તિ ન કરે. આ આશયથી સૂત્રકારે “ સ વ ચત્તિ ” આ વાકચથી સત્ર હુન્યમાન—હન્તા આદિમાં એકતાનું કથન કરેલ છે. જે પ્રકારે અનિષ્ટની પ્રાપ્તિથી તમોને દુઃખ થાય છે એ જ પ્રકારે અન્યની સાથે અનિષ્ટ વ્યવહાર એને પણ દુઃખપ્રદ થતા હોય છે. આ વાતનો મેાક્ષાભિલાષી મુનિએ સદા વિચાર કરતા રહેવુ જોઈએ, આવો સૂત્રકારના આશય છે. સ્વતિ નામ લ વ ચે ફ્ન્તવ્યમિતિ મન્યશે ” આ સૂત્રાંશ મૃષાવાદ આદિનું ઉપલક્ષક છે. હન્તા અને હુન્યમાનમાં જે એકતાનું કથન કરેલ છે એના આ અભિપ્રાય છે કે જે એતપ્રતિબુદ્ધજીવી છે—હન્તા અને હુન્યમાનમાં એકતાના પ્રતિખાધથી જ જેને જીવવાના સ્વભાવ છે, અર્થાત્ ખીજાના ઘાતાદિક વ્યાપારથી નિવૃત્ત જેમનુ જીવન છે; એવા દયાવાન જીવ પાતાની તુલ્ય સમસ્ત જીવાને માની એના દુ:ખમાં સહભાગી બને છે. આથી એને એ વાતનું જ્ઞાન થતું રહે છે કે જે પ્રકારે મારી હિંસા થવાથી મને દુઃખ થાય એ જ પ્રકારે અન્ય પ્રાણીઓને પણ હિંસા થતે સમયે દુઃખ થાય છે. આ માટે સ્વ આત્માના પ્રમાણના ધ્યાનથી ખીજા પ્રાણીના પ્રાણના નાશકર્તા મુનિજને કદી પણ ન ખનવું જોઈએ. જે રીતે જે પેાતાના મનથી જ હિંસાથી વિરક્ત થાય છે, તેવી જ રીતે ખીજાને પણ હિંસાથી નિવૃત્ત બનાવે છે.
જ
“ વિ” શબ્દથી હિંસામાં પ્રવૃત્ત ખીજા માણસને પણ એ અનુમોદન આપતા નથી, એવા અથ થાય છે. “ અનુલવેન’” ઇત્યાદિ ! અનુ શબ્દના અર્થ પશ્ચાત્ અને સ ંવેદન શબ્દના અર્થ અનુભાવન છે. માહનીય કર્માંના ઉદયથી જે જીવ હિંસાદિક વ્યાપારોદ્વારા ખીજા જીવોને જેવું દુઃખ પહોંચાડે છે તેવું દુઃખ પાછળથી મારનારાઓ પાતે જ ભેગવે છે, એવો વિચાર કરી–નિશ્ચય કરી. “ આ હન્તવ્ય છે” આ પ્રકારની પરિણતિથી કદિ પણ જીવને મારવા ચેાગ્ય સમજવુ ન જોઈ એ. જ્યારે મનમાં પણ આ પ્રકારના ઘાત કરવારૂપ વિચારતુ ચિંતન કરવું. મુનિજન અને સામાન્ય જનને માટે નિષિદ્ધ છે, તા કાયા અને વચનથી તે આ પ્રકારની પરિણતિને નિષેધ સ્વતઃ જ બની જાય છે. મુનિજનને માટે સદા મન વચન અને કાયાથી પરજીવોની હિંસા આદિનો સર્વથા ત્યાગ છે-એ આના ભાવા છે ! સૂ૦ ૫ ૫
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૩૦