________________
" यत् सम्यक् पश्यत तन्मौनमिति पश्यत, यन्मौनं पश्यत तत्सम्यगिति पश्यत । "
પાપકર્મના પરિત્યાગથી સમ્યજ્ઞાન, એનાથી પાપકર્મને પરિત્યાગ થાય છે. આ વાત આ સૂત્રાશથી સૂત્રકાર પ્રગટ કરતા કહે છે–
હે શિષ્યવૃન્દ ! તમે જેને સમ્યજ્ઞાન સમજે છે તે મુનિના કમ–સંયમાચરણરૂપ છે અને જે મુનિનું કર્મ છે. તે સમ્યજ્ઞાન છે એમ સમજે. આ બનેમાં એકતા છે આ વાત પ્રગટ કરવા માટે બને સ્થળે બને ઉદ્દેશ્ય અને વિધેયોના વિપર્યાસહેરફેરથી કથન કરેલ છે–એમ સમજવું જોઈએ. જ્ઞાનનું ફળ વિરતિ અને સમ્યક્ત્વનું અભિવ્યંજન–પ્રગટ કરવું તે છે.
ભાવાર્થ–પ્રથમ કથનમાં સમ્યજ્ઞાન ઉદ્દેશ્ય અને મૌન–મુનિકર્મ-સંયમાચરણ વિધેય, બીજા થનમાં મુનિક ઉદ્દેશ્ય અને સમ્યજ્ઞાન વિધેય છે. ચારિત્રનું નિર્માણ કરવું અને સમ્યક્ત્વને પ્રાદુર્ભાવ કરે તે એ જ્ઞાનનું ફળ છે.
નૈ નિત્યાદ્વિ–આ સમ્યજ્ઞાનરૂપ મુનિકર્મ શિથિલ, આદ્રમાણ, ગુણસ્વાદિક, વક્ર સમાચારવાળા પ્રમત્ત, ગૃહસ્થ પુરૂષોથી સમાચરિત બની શકાતું નથી. જે શિથિલ છે--મંદ પરિણમી હોવાથી કમર–સંયમ યા તપ આરાધ. નામાં ધર્મ તેમજ દઢતાથી રહિત છે એવા અવસન્ન પાર્શ્વ–આદિકોથી, પુત્રાદિકોમાં જેનું મમત્વ પરિણામ જાગ્રત છે માટે તેનાથી જેનું અન્તઃકરણ ભીંજાએલું– અતિશય મુગ્ધ બનેલું છે એવા આહ્રક્રિયમાણ–અત્યંત મહી માનવોથી, શબ્દાદિક વિષયમાં જેની રૂચી લવલીન છે તે ગુણસ્વાદી છે એવા ગુણસ્વાદીઓથી, વક સમાચારવાળા–જેનું અનુષ્ઠાન અને વર્તન કુટીલ છે એવા માયાવી મનુષ્યોથી, નિદ્રાદિક પાંચ પ્રમાદ સેવન કરવાવાળાથી, અને જે ઘરમાં ઘણી આસકિતથી રહે છે એવા ઘરવાસી ગૃહસ્થોથી કયારેય પણ આ મુનિ-કર્મ સેવિત થઈ શકતું નથી. આ મૌનને કોણ આચરી શકે છે? આ માટે “મુનિરૈન” ઈત્યાદિ સૂત્રકાર કહે છે, અર્થાત–ઉપર મુજબના એ શિથિલાદિક વિશેષણોથી જે રહિત છે એવા સંયમી મનુષ્ય જ સર્વ સાવદ્ય વ્યાપારના પરિત્યાગરૂપ મુનિભાવ–મૌનને સારી રીતે ગ્રહણ કરી કર્મશરીર-કર્મણશરીર એવં ઉપલક્ષણથી આ ઔદ્યારિક શરીરને પણ વિનાશ કરી દે છે. વિનાશના પ્રકારને સૂવકાર “વાર્તા સાં” ઈત્યાદિ સૂત્રાશથી પ્રગટ કરે છે. સમ્યક્ત્વ અથવા સમત્વ જેવાને જેને સ્વભાવ છે તેઓ સમ્યક્ત્વદશો છે. એવા મનુષ્ય જ કર્મોને વિનાશ કરવામાં કુશળ હોય છે. માટે તે વીર કહેવાય છે. એ વીર પ્રાન્ત નિસાર પુરાની કુળથી આદિના, પર્યાષિત–શીતલ બ–બાલચણા આદિથી તૈયાર થયેલ અથવા છાસ આદિથી મિશ્રિત બાલચણ આદિ, તથા રૂક્ષ-વૃતાદિક વિકૃતિથી રહિત એવા ભજનના અંગાર ધૂમાદિક દોષોથી રહિત હોવાથી તે સેવન કરે છે–આહારરૂપમાં ગ્રહણ કરે છે. રૂદ્ધ આહાર લેવાવાળા આ મુનિજન ઓઘન્તર બને છે, ભાવ ઘરૂપ સંસારથી પાર થઈ જાય છે. “તી મુને વિરતો દશાાઃ આ માટે એ ઘન્તર મુનિ તીર્ણ, મુકત અને વિરત તીર્થંકર પ્રભુદ્વારા કહેવાયા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૦૨