________________
કારણ ઉપસ્થિત થતાં પણ તેને ક્રોધી ન થવું પડે. આ પ્રકારે બાહ્ય અને અન્તરંગ પરિગ્રહથી રહિત આચરણ તેમનું હોય છે. આનું જ નામ નિર્વિણાચારી છે. અર્થાત્ –તીર્થકર અને ગણુધરાદિકોએ જે પ્રકારથી મુનિમાર્ગને ઉપદેશ આ છે એ અનુસાર તે માર્ગ પર ચાલનારા તેઓ હોય છે. “પ્રજ્ઞાસુ કરતઃ” પ્રજા શબ્દને અર્થ જે પેદા થાય છે એવો જે જીવ તે છે. એમાં અરત-અનાસકતા મુનિજન હોય છે. એવો સમારંભ એ નથી કરતા કે જેનાથી જીવોનું અકલ્યાણ થાય અથવા ઘાત આદિ હોય. છોમાં મમત્વરહિત રહેવું એ પણ પ્રજામાં અરત થવું છે. અથવા પુત્રાદિકોને ઉત્પન્ન કરવાવાળી સ્ત્રીઓનું નામ પણ પ્રજા છે. મુનિજન સ્ત્રીવર્ગની આસક્તિથી વિરક્ત હોય છે. કારણ કે તેઓ જાણતા હોય છે કે સ્ત્રીઓ પોતાનામાં આસક્ત થનાર પુરૂષને અનેક પ્રકારના નાચ નચાવે છે. કહ્યું પણ છે.
એ ધનને માટે હસતી અને રોતી રહે છે. બીજાને પિતાને વિશ્વાસ કરાવી દે છે પરંતુ પોતે બીજાને વિશ્વાસ કરતી નથી. આ માટે કુલીન પુરૂષોનું એ કર્તવ્ય છે કે તેઓ એને શ્મશાનની ઘટીની માફક પરિહાર કરી દે. એ પુરૂ
ના ચિત્તમાં પ્રવેશ કરી કયારેક આનંદિત બનાવે છે તે ક્યારેક મદેન્મત બનાવી દે છે. કયારેક એની નાના પ્રકારે મશ્કરી કરે છે તે ક્યારેક બીચારાનું અપમાન કરે છે. ક્યારેક રમાડે છે તે કયારેક ખિન્ન બનાવી દે છે. એવી કોઈ કિયા નથી કે જે એ ન કરતી હોય,
આ પૂર્વોકત પ્રકારનાં સમસ્ત વિશેષણવાળા એ મુનિજન “નામ વન” કોઈપણ સાવદ્ય વ્યાપાર કરતા નથી. વર્ણ દેશી આદિ સમસ્ત વિશેષણોથી મુનિજનની સકલ આચારના પરિશીલનતા જાણી શકાય છે.
પ્રશ્ચમ સુત્રકા અવતરણ, પ્રશ્ચમસુત્ર ઔર છાયા !
જે મુનિ આવા હોય છે તે કેવા હોય છે? આ વાતમાં સૂત્રકાર કહે છે –ણે ઘણુમ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૦૦