________________
લોભાય છે, અથવા ન તો કેઈને ઠગે છે, પરંતુ જે અસંયમસેવી છે-અસં. યમમાં પરાયણ છે તે આવાં અકર્તવ્ય કરવામાં જરા પણ સંકોચ કરતે નથી. મુનિજન ધૃષ્ટતા આદિ નથી કરતા તેનું કારણ એ છે કે તેઓ એ વિચારતા હોય છે કે આ સંસારના પ્રત્યેક પ્રાણી સુખાભિલાષી છે.
ભાવાર્થ-–ઉદ્ધતતા કરવાથી જીવોને સંકલેશ થાય છે, સંકલેશ એ દુઃખને એક પ્રકાર છે, મુનિજન આવો કોઈ પણ વ્યવહાર કરી શકતા નથી કે જે અન્ય જીવોને દુઃખકારક હોય. એની સદા એક જ ધારણા રહે છે કે દુનિયાના જેટલા પણ જીવ છે એ બધા મારા સમાન સુખાભિલાષી છે. જે પ્રકારે અપ્રતિકૂલ આચરણથી મને દુઃખનો અનુભવ થાય છે. આ જ પ્રકારે મારા અનિષ્ટ આચરણથી એમને પણ કષ્ટ થવાનું. એટલે તે સમસ્ત જીવોમાં આપમતા (આત્મતત્યતા) માનતા હોય છે. આ કારણે તેઓ કોઈ પણ પ્રાણીને સ્વપ્નમાં પણ ઘાત કરવાનો વિચાર સરખોએ કરતા નથી. જે અન્ય જીવને ઘાત કરવાના વિચારને નિન્દિત સમજે છે એવા બીજાઓને આવી અનિષ્ટ ક્રિયા કરવામાં પ્રવૃત્ત થવાની પ્રેરણા કે ઉપદેશ પણ કઈ રીતે દઈ શકે ? ત્યારે આવી વાત છે તે પછી જેને ઘાત કરવાવાળા પ્રાણીઓના કૃત્યેની તે અનુમોદના પણ કરી શકતા નથી, એટલા માટે તેઓ હિંસાદિક પાપોથી નવાકોટીથી નિવૃત્ત થાય છે. આ વાત “સ્વેક્ષમાજ પ્રત્યે સાતમુ” આ સૂત્રાશથી ધ્વનિત થાય છે, અથવા એને એ પણ અર્થ નિકળે છે કે મુનિ પ્રત્યેક સંસારી જીવોનાં સુખ અને દુઃખ જાણે છે. અર્થાત્ જે જીવોનાં જેટલાં સુખ અને દુઃખને ઉદય આવશે એટલું એણે ભોગવવું જ પડશે. તેને ન કેઈ ઓછું કરી શકે છે ન કોઈ વધારી શકે છે. આ પ્રકારથી તેઓ સમસ્ત જીવોના સુખ અને દુઃખના જાણકાર હોય છે, તે પણ તેઓ એ સમજીને પોતાની પ્રવૃત્તિને સ્વછંદી બનાવતા નથી. તેઓ એવો પણ વિચાર કરતા નથી કે મારી સારી પ્રવૃત્તિથી કઈ પણ જીવના સુખ દુઃખમાં પરિવર્તન થઈ શકતું નથી, તે પછી હું મારી પ્રવૃત્તિને આવા કામમાં શું કરવા લગાડું ? સુખ દુઃખનું ભોગવવું એ પ્રત્યેક જીવોને કર્માધીન છે. હું મારી સારી પ્રવૃત્તિથી કોઈ પણ જીવને કર્મોદય થડેજ ટાળી શકું છું ? આ પ્રકારને વિચાર કરવો મુનિજન માટે યોગ્ય નથી તેવું તે જાણે છે. જો કે કોઈ પણ જીવ કોઈ પણ જીવના કર્મોદયને ટાળી શકતા નથી જે જીવનું જે
શ્રી આચારાંગ સૂત્ર : ૩