________________
નિર્મળતા જાગૃત થશે. આ નિર્મળતા આવવાથી શબ્દાદિવિષયમાં જીવને ઉપેક્ષા ભાવની જાગૃતિ થાય છે. મનુષ્યને તપ સંયમ જ વિદ્વત્તાના સ્થાન પર લાવીને રાખવાવાળાં છે, માટે સિદ્ધાંતકારોએ આવા મનુષ્યને વિદ્વાનેમાં ઉત્તમ માનેલ છે.
આ ઠેકાણે “પરિત’ શબ્દને અર્થ ‘પુરાતન . અનાદિકાલિક હોવાના કારણે પુરાતન કર્મો પણ પાલિત-તકેશસદૃશ છે, માટે તેઓને અહીં પલિત કહ્યા છે. આનો અભિપ્રાય આ છે કે-જે પ્રકારે મનુષ્ય પલિત-સફેદ વાળને શીધ્ર ઉખાડી નાખે છે તે પ્રકારે મન વચન કાયાની સાવધ પ્રવૃત્તિને ત્યાગ કરવાવાળા મનુષ્ય પણ આ પુરાણા કર્મોને શીધ્ર નષ્ટ કરી દે છે. આ કામ સામાન્ય જીવથી થઈ શકતું નથી, માટે આ કાર્યને કરવાવાળા કોઈક જ જીવ હોય છે. આ વાતને પ્રગટ કરવાને માટે સૂત્રકારે આ સૂત્રમાં “રા'' આ પદ રાખ્યું છે, કેમ કે બધા કર્મોને નાશ કરવાની સાક્ષાત્ શક્તિ મનુષ્યમાં જ રહેલી છે. આમાં પણ બધા મનુષ્યો સકળ કર્મોને ક્ષય કરવામાં સમર્થ થતા નથી. આ વાત “મૃત આ શબ્દથી પ્રગટ કરવામાં આવી છે.
વ મૃત બરાજે એવાં તે મૃત ” અર્થાત્ શારીરિક શુશ્રષા વિભૂષારૂપ સંસ્કાર રહિત હોવાથી મૃતક દૃશ જેનું શરીર છે; આવા પોતાના શરીરમાં નિસ્પૃહ વૃત્તિ રાખવાવાળા મનુષ્યશિરોમણિ જ આ કર્મો ઉપર વિજય લાભ કરે છે, અથવા “સર્જા– િ”ને અર્થ જ્વાળા છે. જે પ્રકારે અગ્નિની જ્વાળા લાલ હોય છે તે પ્રકારે ક્રોધ પણ લાલ છે, માટે
જ્વાળાની સદૃશતાથી ક્રોધને પણ અર્વા કહે છે, કોલ–શબ્દ બીજા કષાયોનું ઉપલક્ષણ છે. આમાં માન, માયા અને લેભાને પણ સમાવેશ થાય છે. જેના આત્માથી કષાયરૂપી અને નાશ થયેલ છે, અર્થા–જે કષાયરહિત છે તે જ મનુષ્ય આઠ પ્રકારના કર્મોને ક્ષય કરવામાં વિશિષ્ટશક્તિશાળી છે. સંસારમાં એવા પણ ઘણા માણસો છે કે જેને શારીરિક શૃંગાર કરવાને અવસર જીવનમાં કઈ વખત પણ પ્રાપ્ત થતું નથી, ભીલ આદિ એવા મનુષ્ય છે, માટે તેની પણ આ અવસ્થા કર્મક્ષપણુયોગ્ય માનવી જોઈએ ? આ પ્રકારની શંકાને દૂર કરવાને માટે જ “મૃતા” શબ્દને અર્થ “વષયતિ ”
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૧૪