________________
શાતા–મનને અનુકૂળ છે તે દુઃખ છે? અગર જે અશાતા–મનને પ્રતિકૂળ છે તે દુઃખ છે ?
મનને અનુકૂળ-શાતાને કદાચ દુઃખ માનવામાં આવે તે તેમાં પ્રત્યક્ષ તથા આગમપ્રમાણથી અને લકથી પણ વિરોધ આવે છે, કારણ કે મન પિતાના અનુકૂળ પદાર્થના સેવનમાં સુખ માને છે એ પ્રત્યક્ષ-સિદ્ધ વાત છે. આગમમાં પણ ‘મનોગનુ સુવે ” એમ લખેલ છે, અર્થાત્મ નના અનુકૂળ પદાર્થોની પ્રાપ્તિ જીવને શાતવેદનીય કર્મના ઉદયથી જ થાય છે, એવું શાસ્ત્રનું વચન છે, લોક પણ મનને અનુકૂલ પદાર્થના સેવનમાં સુખ છે” એવું જ કહે છે તેમ જ માને છે. મનને પ્રતિકૂળ અશાતાને કદાચ દુઃખ માનવામાં આવે તે જે યથાર્થવક્તા–સમજદાર પ્રવાદી છે અને જે આ વિષયમાં કેવળ મૌન છે તેને પણ અમે એ જ કહીશું કે
–જે પ્રકારે અશાતા તમને દુઃખરૂપ પ્રતીત થાય છે તે માફક સમસ્ત પ્રાણિયો સમસ્ત ભૂત; સમસ્ત જીવો અને સમસ્ત સને આ અશાતા મહાઘેર અને તેમના પ્રાણોને દુઃખ પહોંચાડવાવાળી હોવાથી મહાભયરૂપ પ્રતીત થાય છે, માટે સમસ્ત પ્રાણી, સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સત્ત્વ નહિ મારવાયોગ્ય છે, નહિ મારવાની આજ્ઞા દેવા ગ્ય છે, નહિ મારવાને ગ્રહણ કરવા યોગ્ય છે, નહિ પરિતાપિત કરવાને યોગ્ય છે, નહિ વધ કરવા ગ્ય છે. અશાતા દેવાથી હિસાદિક દોષોનું ભાગી બનવું પડે છે. જે હિંસાદિક પાપ કરવામાં દોષ નથી માનતા તે અનાર્ય છે, અને “હિંસાદિક પાપ કરવામાં દોષ નથી” એમ જે તેનું વચન છે આ અનાર્યવચન છે. સુધર્માસ્વામી કહે છે –હે જણૂ! જેવું મેં ભગવાન સમીપે સાંભળ્યું છે તેવું કહું છું. સૂ૦ ૧૧ છે
ચેથા અધ્યયનને બીજો ઉદ્દેશ સમાપ્ત છે ૪–૨ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૧૧