________________ અને આ વિવેકબુદ્ધિથી તે એ સમજી શકશે કે “જે સમકિતથી શૂન્ય છે તે આ ધર્મથી બહિશ્ત છે, તેથી હું પણ પાંચ પ્રકારના પ્રમાદને ત્યાગીને મોક્ષવૃક્ષના બીજસ્વરૂપ સમકિતની પ્રાપ્તિ કરવામાં, અને મેળવેલાં સમકિતની રક્ષા કરવામાં કારણભૂત વિશુદ્ધ પરિણામધારાને વધારવામાં હમેશાં યત્ન કરતો રહું અથવા“આ અનન્ત સંસારમાં અનંત દુઃખ આપવાવાળા કર્મરૂપ શત્રુ જ છે, તેને પરાજય કરવાને માટે પણ મારા અંતરની વિશુદ્ધ પરિણામોની ધારા વહાવીને વીર્યગુણસ્વરૂપ મારી શક્તિને વિકાસ કરું તે અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.” એવા પ્રકારે હમેશાં ભવ્ય જીવે ઉત્સાહી રહેવું જોઈએ. 10 ચેથા અધ્યયનને પ્રથમ ઉદ્દેશ સંપૂર્ણ 41 છે પ્રથમ ઉદેશકે સાથ દ્વિતીય ઉદેશકા સંબન્ધ-પ્રતિપાદન; પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્રો ચોથા અધ્યાયને બીજો ઉદ્દેશ સમ્યક્ત્વ નામના ચેથા અધ્યયના પહેલા ઉદેશમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. ત્યાં બતાવવામાં આવ્યું છે કે તે સમ્યગ્દર્શન નવ તની શ્રદ્ધાસ્વરૂપ છે. આ નવ તત્વ નીચે પ્રમાણે છે જીવ 1, અજીવ૨, પુણ્ય 3, પાપ, આસવ 5, સંવર 6, નિર્જરા 7, બંધ૮, અને મોક્ષ જ્યાં સુધી મેક્ષાભિલાષીને એ નિશ્ચય નથી થતો કે આમાંથી કયું તત્ત્વ સંસારનું કારણ છે? અને કયું મોક્ષનું ?, ત્યાં સુધી તેને સમકિતની પ્રાપ્તિ થતી નથી, એથી તેને માટે આ સમ્યક્ત્વધનના પ્રકરણમાં આવેલ તમાંથી આસવ સંસારનું અને નિર્જરા મોક્ષનું કારણ છે, આ વાતને સ્પષ્ટ કરવાને માટે કહે છે- “જે મારા” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : 2 296