________________
પડે છે. ગર્ભાવાસના દુઃખોથી અનંતગણુ કષ્ટ નિગદમાં જીવ તેના કરવાના ફળ સ્વરૂપ ભેગવે છે, અતઃ મુનિ માટે ક્રોધાદિ કષાયોનો પરિહાર કરે જ સર્વશ્રેયસ્કર છે. તેને પરિત્યાગ કરવાથી ફરીથી તેને ગર્ભાવાસાદિકના તથા નિગેદના અનંત દુખોને સહન કરવા પડતા નથી. તેને ત્યાગ કરવું જ તે દુઃખના અભાવને હેતુ છે.
શ્રી સુધર્માસ્વામી જખ્ખ સ્વામીથી કહે છે–હે જખ્ખ ! આ જે કાંઈ પણ મેં અહીંયા સુધી પ્રતિપાદન કરેલ છે તે પોતાની બુદ્ધિથી કલ્પિત કરી કહેલ નથી, પણ ભગવાન તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીના સમીપે તેના ઉપદેશરૂપ વચન જેવું મેં સાંભળેલ છે તે જ મેં કહેલ છે. તે આશયથી શ્રી સુધર્માસ્વામી “થે પરાસ્ત રંજ ઈત્યાદિ સૂત્રની સાક્ષી આપે છે. આ સૂત્રનું વ્યાખ્યાન આ ઉદ્દેશના પહેલા સૂત્રમાં કરવામાં આવેલ છે. સૂત્ર ૧૧ છે
બારહવેં સૂત્રકા અવતરણ ઔર બારહવાં સૂત્રો / ક્રોધાદિકો દૂર કરનેવાલા અપને પૂર્વોપાર્જિત કર્મોકા ક્ષપણ કરનેવાલા હોતા
જેનું આ દર્શન છે તે તીર્થકર ભગવાન કેવા હોય છે ? તે કહે છે “સાચા ઈત્યાદિ. આદાન=
કના ઉપાદાન-ગ્રહણ કરવામાં પ્રધાને કારણે જે કોધ છે તેને જે પરિહાર કરે છે તે પિતાના પૂર્વોપાર્જિત કર્મોને વિનાશક બને છે.
ભાવાર્થ–અષ્ટવિધ કર્મોનું મૂલ કારણ ક્રોધ છે, એવું સમજીને તીર્થંકર ભગવાને તેને સર્વથા પરિહાર કરેલ છે, માટે તેના પરિહારથી તે નવીન કર્મોના બંધક નથી થયાં, એટલું જ નહિ, જેટલા કંઈ તેની આત્મામાં પૂર્વ સંચિત કર્મ હતા તે સંવરની પ્રાપ્તિથી તે તીર્થંકર પ્રભુએ નષ્ટ કરી નાખ્યા. માટે મોક્ષાભિલાષી સનીનું કર્તવ્ય છે કે તે વીતરાગ પ્રભુને આદેશ સામે રાખીને તે માર્ગનું અનુસરણ કરે છે સૂ૦ ૧૨ .
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૫૦