________________
આહારાદિક વસ્તુઓ મળે તે પણ ઠીક છે, ન મળે તે પણ ઠીક છે, એમ મને તે બન્ને અવસ્થાઓમાં સમતા છે. લાભમાં પ્રાણનું રક્ષણ અને અલાભમાં તપની વૃદ્ધિ થશે. એ વિચાર કરવો જોઈએ.
કોઈ કારણવશ કદાચ આહારદિક સામગ્રી કોઈ એક જગ્યાથી અધિક મળી જાય તે અન્નાદિક સામગ્રીપર તથા દેવાવાળા દાતા ગૃહસ્થ પર રાગભાવ ન કરેમધ્યસ્થભાવ રાખે. આ પ્રકારની પ્રવૃત્તિ નહિ રાખવાથી સંયમી મુનિમાં દીનતા, તથા સિંહવૃત્તિને અભાવ હોવાને પ્રસંગ આવી જાય છે. સંયમયાત્રાના નિર્વાહ માત્રાવાળી આહારાદિક સામગ્રીથી અતિરિક્ત અન્ય સામગ્રીથી પોતાને દૂર રાખે, કારણ કે એષણીય હોવા છતાં પણ મૂછભાવથી અધિક ગ્રહણ કરવાથી તેમાં પરિગ્રહને દોષ આવી જાય છે, માટે આ પ્રકારની પ્રવૃત્તિરૂપ પરિગ્રહથી સદા પિતાની રક્ષા કરતા રહે.
પ્રશ્ન–સંયમયાત્રાના નિર્વાહ માટે જે આપ આવશ્યક વસ્ત્ર પાત્રાદિકોનું ગ્રહણ કરવું સંયમી મુનિ માટે કહી રહ્યા છો તે તે કહેવું વ્યાજબી નથી, કારણ કે તે પણ પરિગ્રહ જ છે. અને પરિગ્રહને ત્યાગ કર્યા વિના સર્વથા સંયમારાધકતા થતી નથી. પરિગ્રહરૂપતા તેમાં એ માટે છે કે અનુકૂળ તેની પ્રાપ્તિમાં પ્રાપ્તકર્તા ને હર્ષ અને પ્રતિકૂળ પ્રાપ્તિમાં લેનારને દ્વેષ થાય છે, જે જગ્યાએ રાગ અને દ્વેષ છે ત્યાં મૂછ છે, અને મૂછનું હેવું તે પરિગ્રહ છે. “મુછ રિજો કુત્તો” મૂછ એ જ પરિગ્રહ છે, એવું ભગવાનનું કથન છે, જ્યાં તેને સદ્ભાવ છે ત્યાં કર્મબંધ અવશ્ય છે, માટે વસ્ત્રાપાત્રાદિક ઉપકરણને પરિગ્રહ કેમ માનેલ નથી ?
ઉત્તર–સામાન્ય રીતે વસ્ત્રાપાત્રાદિકોમાં પરિગ્રહતાને અમે નિષેધ કરતા નથી. જે સંયમના ઉપકારક છે તે પરિગ્રહરૂપ નથી. એ એક વિશેષ વિધિ છે, કારણ કે મુનિને તેમાં મમ દએ મારા છે, એ પ્રકારની મમત્વ ભાવરૂપ મૂછ થતી નથી. કહ્યું પણ છે–
“ગરિ ગgો વિ ફેમિ નાકાંતિ અમદર્દ ” ત્તિ (દશ. અ. ૬ ગા. રર)
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૫૩