________________
ના દુખોને જે જ્ઞાતા છે તેનું નામ ખેદજ્ઞ છે. અથવા “ ” તેની સંત છાયા “ ” એ પણ થાય છે. જે ઉત્તમકુલાધિરૂપ ક્ષેત્રને જ્ઞાતા, અથવા ભિક્ષાદિક લાભના ક્ષેત્રને જે જાણકાર છે તે ક્ષેત્રજ્ઞ છે.
પ્રતિલેખન અને ભિક્ષા કરવાયોગ્ય કાલનું નામ ક્ષણ છે, તેને જે જાણકાર છે તેનું નામ ક્ષણ છે. નમસ્કાર પૌરૂષ્યાદિ દશ પ્રકારના પ્રત્યાખ્યાનના અવસરને જાણ તે તેનું ફલિતાર્થ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી ગુરૂને આદર સત્કાર કરે છે જાણે છે તેનું નામ વિનયજ્ઞ છે, ગુરૂ જે વખતે પોતાની તરફ આવે અગર ઉભા હોય તે વખતે ઉભા થવું, નમસ્કાર કરવો, હાથ જોડવા આદિ પણ વિનય છે. આ પ્રકારના વ્યવહારને જાણવાવાળા પણ વિનયજ્ઞ કહેવાય છે. અથવા ગુરૂ મહારાજની સમીપ અહંકાર ન કર, દીનતા જાહેર ન કરવી, તેની કોઈ ગુપ્ત વાત બીજાને ન કહેવી, ઈત્યાદિરૂપ પણ વિનય છે. જે આ પ્રકારના વિનયના જ્ઞાતા હોય છે તેનું નામ પણ વિનયજ્ઞ છે. પોતાના સિદ્ધાંતને અને બીજાના સિદ્ધાંતને જે જ્ઞાતા છે તેને સ્વસમયજ્ઞ અને પરસમયજ્ઞ કહે છે. જે સ્વસિદ્ધાન્તના જ્ઞાતા હશે તેના હૃદયમાં પરસિદ્ધાંત પ્રતિ ઉપેક્ષાભાવ રહેશે-દ્વેષ ઉત્પન્ન થશે નહિ. સ્વસિદ્ધાન્તના બોધથી યુક્ત સાધુના હૃદયમાં પર સિદ્ધાન્તપ્રતિપાદિત ત પ્રતિ રાગ અને દ્વેષ થતો નથી. તેના પ્રતિ તેની સદા મધ્યસ્થ ભાવના જ રહેશે, સમકિતી માટે પરસિદ્ધાન્તના તને બધા પિતાના સિદ્ધાંતમાં પ્રતિ દિત તના સ્વરૂપ પ્રતિ અધિક શ્રદ્ધાનું કારણ બને છે. અન્ય સિદ્ધાન્તકારોએ સાધુ અવસ્થામાં પણ સ્નાન વિગેરે કરવું, કર્તવ્ય બતાવ્યું છે, ત્યારે જૈનસિદ્ધાન્તમાં તેને તે અવસ્થામાં મદ અને દર્પકારી માનેલ છે. માટે સાધુ આવી પ્રવૃત્તિથી સદા દૂર રહે છે. કહ્યું પણ છે –
" स्नानं मददर्पकरं, कामाझं प्रथमं स्मृतम्।
તારામં વિક, નૈવ રસારિત ર તરI અર્થ સ્પષ્ટ છે. આ પ્રકારને સાધુ પરસિદ્ધાન્તનું નિરસન અને સ્વસિદ્ધાંતનું સંસ્થાપન કરવામાં ઘણા ચતુર રહે છે. પિતાના અને બીજાની માનસિક અભિપ્રાયના જ્ઞાતાનું નામ ભાવક્ષ છે. એટલે આહાર, વસ્ત્ર અને પાત્રાદિકોથી સંયમયાત્રા નભી શકે છે તેનાથી અધિક મૂર્છાભાવથી ગ્રહણ કરવું તે પરિગ્રહ છે. આ પરિગ્રહના જે સર્વથા ત્યાગી હોય છે, મનથી પણ તે ગ્રહણ કરવાની ચાહના નથી કરતા તે પરિગ્રહની મમતા નહિ કરવાવાળા કહેયાય છે. જે પ્રતિલેખનાદિ કિયા કરવાનો સમય શાસ્ત્રમાં નિયત કરેલ છે તે અનુસાર પોતાના આવશ્યક કાર્યોને કરવાવાળા સાધુ કાલાનુષ્ઠાયી કહેવાય છે. કાલજ્ઞમાં અને કાલાનુષ્ઠાયીમાં એ ભેદ છે કે—કાલજ્ઞ તે ભિક્ષાદિ આચરણના સમયના જ્ઞાતા હોય છે, અને કાલાનુષ્ઠાયી તે તે કાલમાં પિતાના કર્તવ્ય કર્મોના કરવાવાળા હોય છે. જ્ઞ-પરિજ્ઞાની અપેક્ષા
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧ ૪૯