________________
પ્રધાન સ્થાન છે. ત્યાંથી નીકળીને જીવ પ્રાયઃ તિર્યંચ નિમાં જ જન્મ ધારણ કરે છે. “જ્ઞાતિવાણ” નરકમાંથી નીકળી જીવ જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે તે તિર્યંચ નિમાં જ ઉત્પન્ન થાય છે. એ પૂર્વોક્ત અર્થ આ પદથી પ્રતીત થાય છે.
જેને આત્મા કાયમ ચારિત્ર મોહનીયના ઉદયથી મલિન બનેલ છે તે જીનેન્દ્ર ભગવાન દ્વારા પ્રતિપાદિત આ શ્રુતચારિત્રરૂપ ધર્મને જાણતા નથી. આ પ્રકારનું કથન શ્રી અંતિમ તીર્થકર મહાવીર સ્વામીનું છે જેણે જગતના સમસ્ત હે પાદેય તને સારી રીતે જાણી લીધા છે. આ કથનમાં સૂત્રકાર મહાવીર સ્વામીની પ્રરૂપણા પ્રગટ કરવાથી, તથા પોતાની કલ્પનાને નિષેધ કરવાથી તેમાં પ્રમાણુતા પ્રગટ કરતાં કહે છે. “તત્વ જ મજા મા નો વિદતુ ૩ીઃ ” આ સમસ્ત પૂર્વોક્ત કથન અને જે આગળ કહેવામાં આવશે તે બધા મેં કરેલ નથી પણ વીર ભગવાને કરેલ છે. ભગવાનને ઉપદેશ છે કે જેને “જમા માનો” સ્ત્રી પુરુષ અને નપુંસવે રૂપ મહામેહમાં આસક્તિ કરવી જોઈએ નહિ. પ્રમાદથી સંસાર અને અપ્રમાદથી મુક્તિને લાભ થાય છે. સૂત્રમાં શાંતિ અને મરણ આ શબ્દને વાચ્ય અર્થ ક્રમશઃ અવ્યાબાધસુખલક્ષણ મોક્ષ અને ચતુર્ગતિરૂપ સંસાર છે કારણ કે “રામ રાત્તિ” શમનનું નામ શાંતિ છે. તે સમસ્ત કર્મોની અભાવ સ્વરૂપ અવસ્થા છે. તેનું બીજું નામ અવ્યાબાધસુખલક્ષણ મોક્ષ પણ છે. વારંવાર ચતુર્ગતિમાં પ્રાણ જ્યાં મરતા રહે છે તેનું નામ મરણ–સંસાર છે. ભાવકુશ રૂપ અષ્ટવિધ કર્મોનું જે છેદન કરે છે. તે કુશલ છે કારણ કે “કુરાનું સુનાતાતિ પુરાઃ ” આઠ પ્રકારના કર્મોનું વિદારણ કરવાવાળાનું નામ કુશળ છે. “સરું
શરુચ અમાન” અર્થાત કુશળને માટે પ્રમાદ થતું જ નથી. મદ્યવિષય કષાય નિદ્રા અને વિકથાના ભેદથી પ્રમાદ પાંચ પ્રકાર હોય છે, જે કર્મોનો નાશ કરવામાં પ્રયત્નશાળી હોય છે તે કઈ વખત પ્રમત્તદશાસંપન્ન બનતાં નથી. કારણ કે તેઓ જાણે છે કે–પ્રમાદથી સંસારમાં પરિભ્રમણ અને અપ્રમાદથી શાંતિ અવ્યાબાધસુખસ્વરૂપ મુક્તિનો લાભ થાય છે માટે આ અવ્યાબાધસુખસ્વરૂપ શાંતિના લાભથી જે દૂર રખાવે છે તે પ્રમાદથી લાભ પણ કંઈ થતું નથી. એ વિચાર કરી સંયમીએ પ્રમાદ કદી પણ કરવા જોઈએ નહિ. “મિદુધર્મ સં નારું ઘરથારું તે પતભંગ થવું જેને સ્વભાવ છે તેનું નામ ભિદુરધર્મ છે, એવું આ શરીર છે, કારણ કે તે સ્વતઃ વિનાશશીલ છે. સંયમી મુનિએ આ વાતને દઢ વિશ્વાસ કરે જોઈએ કે આ મારું શરીર અવશ્ય જ વિનશ્વર છે. કારણ કે આ પિાગલિક પર્યાય છે, જે પર્યાય હોય છે તે ઉત્પાદ વ્યય ધર્મ વિશિષ્ટ હોય છે. પુદ્ગલનો સ્વભાવ જ પૂરન-ગલન-સ્વરૂપ છે, માટે આ વિનશ્વર વસ્તુના મેહમાં ફસીને જે સંયમી પિતાના સંયમરૂપી ધનને પ્રમાદરૂપી ચોરે મારક્ત લુંટાવી દે છે તે મહાપ્રમાદી છે. સંયમની આરાધના કરતાં કરતાં કદાચ આ શરીરનું પતન થશે તે તેવી દશામાં કોઈને કઈ વખત અવશ્ય અવ્યાબાધ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થશે. અન્યથા આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનન્ત
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૩૮