________________
તેની કર્મસંજ્ઞા થાય છે તેથી તે આત્મા અને કર્મને સંબંધ સાદિ સિદ્ધ થાય છે.
ઉત્તર–અભિપ્રાયને સમજ્યા વિના જ પ્રશ્ન કર્યો છે. કહેવાને તાત્પર્ય એ છે કે–આ જીવાત્મા અનાદિથી જ કર્મબંધસહિત છે. તેની સાથે કેઈ નિયમિત સમયથી કર્મબંધ થયેલ નથી. એવું ન હતું કે જીવ અલગ-જુદે હતું અને કર્મ પણ જુદા હતાં, પાછળથી એ બન્નેને સંગ થયે હોય, પણ જેવી રીતે મેરૂગિરિ આદિ અકૃત્રિમ સ્કમાં અનંત જુગલપરમાણુ અનાદિથી જ બંધરૂપ થઈ રહેલ છે, અને તેમાં પુરાણું પુદ્ગલપરમાણુ ભિન્ન થતાં રહે છે અને નવા આવીને મળે છે. આ પ્રકાર આ સંસારમાં એક જીવદ્રવ્ય અને અનંત કર્મરૂપ પુદ્ગલપરમાણુઓના પરસ્પરમાં અનાદિ કાળથી સંબંધ છે, તેમાંથી કેઈ કર્મ પરમાણુ ભિન્ન થતાં રહે છે અને કોઈ પુદ્ગલપરમાણુ મળતાં રહે છે. આ પ્રકાર આ કર્મ પરમાણુઓમાં પરસ્પર મળવું, છુટા થવું વિગેરે થતું જ રહે છે.
પ્રશ્ન–પુદ્ગલપરમાણુ તે રાગાદિકના નિમિત્તને લઈને કર્મરૂપ થયા કરે છે, પછી તે અનાદિથી કર્મરૂપ અવસ્થાવાળા કેવી રીતે માનવામાં આવે. કારણ કે કામણવર્ગણા જેનાથી કર્મપર્યાય ઉત્પન્ન થાય છે તે સ્વયં પુદ્ગલદ્રવ્ય છે?
ઉત્તર–નિમિત્તની સંભાવના તે નવીન કાર્યની ઉત્પત્તિમાં જ કાર્યકારી માનવામાં આવે છે, અનાદિ અવસ્થામાં નિમિત્તની કલ્પના કરવી તે તેની અનાદિતા ઉપર બટ્ટો લગાડવા બરાબર છે. જે ઠેકાણે નિમિત્ત છે ત્યાં અનાદિતા નહીં. અને જ્યાં અનાદિતા છે ત્યાં નિમિત્ત નહિ. નિમિત્તને સંબંધ સાદિ. તાની સાથે થયા કરે છે. જેમ નવીન પુદ્ગલપરમાણુના બે ગુણ અધિક બંધ સ્નિગ્ધ અને રૂક્ષ દ્વારા થાય છે. આ ઠેકાણે નવીન યુગલ પરમાણુઓના બંધના સંબંધમાં સ્નિગ્ધ અને રૂક્ષરૂપ નિમિત્તની કલ્પના કરવી પડે છે, પરંતુ મેગિરિ આદિ અકૃત્રિમ સ્કમાં અનાદિ પુદ્ગલ પરમાણુના બંધના સંબંધમાં નિમિત્તની ક૯૫ના કરવી તે કઈ મહત્વ રાખતું નથી. ઠીક તે પ્રકાર નવીન યુગલપરમાણુઓનું કર્મરૂપ હોવું રાગાદિક નિમિત્તાધીન છે, પરંતુ જે પુદ્ગલપરમાશુઓની અનાદિ કાળથી જ કર્મ રૂપ અવસ્થા થઈ રહેલ છે, તેમાં નિમિત્તની કલ્પના કરવી કેઈપણ પ્રયજનની પુષ્ટિ નથી કરતી. શાસ્ત્રમાં આ વાતનું સમધાન આમ લખેલ છે–
" नैवम्, अनादिप्रसिद्धद्रव्यकर्मसम्बन्धस्य तत्र हेतुत्वे नोपादानात् " કઈ વાદી પ્રશ્ન કરે છે કે-જ્યારે રાગાદિક ભાવકર્મનું કારણ દ્રવ્યકર્મ છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૧ ૩