________________
અર્થાત્ તે વખત પ્રકૃતિ અને પ્રદેશબંધ તે બધા કર્મોના થયા કરે છે પણ સ્થિતિ અને અનુભાગબંધ જ્ઞાનાવરણાદિ વિશેષ વિશેષ કર્મોના અધિક થશે. અંધ થવું, બહેરા થવું, કાણું થવું ઈત્યાદિ. તથા ઇન્દ્રિયાદિકોની પૂર્ણતા હોવાથી પણ શારીરિક શાંતિના લાભથી વંચિત રહેવું, દુખત્પાદક સામગ્રીની પ્રાપ્તિ થવી, ઈષ્ટનિષ્ટ સંગવિયેગજન્ય કષ્ટોને સહન કરવા કેઈ પણ સાંસારિક પ્રાણ ચાહતો નથી, પરંતુ કર્મોદ્વારા પરતંત્ર થયેલ દરેક સાંસારિક જીવને તિપિતાના
ગ અને કષાય દ્વારા ઉપાર્જિત કરેલા કર્મોના ફળ અવશ્ય અવશ્ય જોગવવા પડે છે, તેમાં જીવની ઈચ્છા કામ કરતી નથી. કર્માધીન બની તે પ્રાણ પ્રાયઃ સાવદ્ય ક્રિયાઓ કરવામાં જ દત્તાવધાન રહ્યા કરે છે, જેના કારણે રાત દિન દુખીના દુઃખી જ રહ્યા કરે છે.
પ્રશ્ન-કર્મોના ફળને ભેગવતાં છતાં પણ આગળ માટે કર્મોને બંધ ન થાય એ કેઈ ઉપાય છે? ઉત્તર–છે.
પ્રશ્ન–શું છે ? ઉત્તર–સમતાભાવ. કર્મોના ફળને અનુભવ ન કરવાવાળા પ્રાણી કદાચ તેના ફળને ભગવતી વખત હર્ષ વિષાદ આદિ અને આ રૌદ્રરૂપ પરિણામેથી યુક્ત બનતા નથી અને પિતાના ઉપાર્જિત કર્મોના ફળ ભેગવ્યા વિના છુટકે નથી માટે તેનું ફળ અવશ્ય ભેગવવું જ પડશે ભલે કોઈ પણ પરિસ્થિતિમાં જીવ કેમ ન હોય, જેવી રીતે પિતાના ઉપાર્જિત પુણ્યનું ફળ ભેગવતી વખતે વિષાદ પરિણતિ આત્મામાં થતી નથી તે પ્રકારે પોતાના ઉપાજિત પાપ કર્મના ફળને ભેગવતાં પણ મને વિષાદ પરિણતિ થવી ન જોઈએ. ઈત્યાદિ શુભાધ્યવસાયથી પ્રેરિત થઈ સમતાભાવથી શુભાશુભ કર્મના ફળને જે પ્રાણી ભેગવે છે તેને માટે નવીન કર્મોન બંધ થતો નથી. નવીન કર્મોના બંધ કરાવવાવાળી કષાયપરિણતિ જ છે, હર્ષ અને વિષાદ એ કષાયપરિણતિરૂપ જ છે. સમતાભાવ આ કષાયપરિણતિથી રહિત અવસ્થા છે.
પ્રશ્ન–આ સમતાભાવની પ્રાપ્તિ જીવને કેવી રીતે થાય છે? ઉત્તર–સમકિતની પ્રાપ્તિથી.
સમકિતશાળી જીવ ઘરમાં–સંસારમાં રહેવા છતાં પણ પિતાની વૃત્તિ કમલપત્ર અથવા તસલેહપાદન્યાસ (તપેલા લેઢા ઉપર પગ રાખવા) સમાન રાખે છે માટે તે સમભાવી છે.
શ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૦૭