________________
માયા સંજ્ઞા
(૭) માયા સંજ્ઞા– માયાહનીય કર્મના ઉદયથી જીવની કપટપ વિભાવપરિણતિ માયા–સંજ્ઞા કહેવાય છે. બીજાને ઠગવાની ઈચ્છાથી, મેહજનક મન, વચન અને કાયાના વ્યાપારથી તેની પ્રતીતિ થાય છે.
લોભ સંજ્ઞા
(૮) લોભસંજ્ઞા– લોભમેહનીય કર્મના ઉદયથી સચિત્ત આદિ વસ્તુઓમાં આસકિતરૂપ જીવની વિભાવપરિણતિ તે લેભસંજ્ઞા કહેવાય છે. આરંભ-પરિગ્રહ આદિની પ્રવૃત્તિથી લાભ સંજ્ઞાને પતે લાગે છે.
લોક સંજ્ઞા
(૯) લોકસંજ્ઞા– જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી અને મેહનીયકર્મના ઉદયથી કુબુદ્ધિજનિત તકરૂપ આત્માની વિભાવપરિણતિ લોકસંજ્ઞા કહેવાય છે. જેમ-અપુત્રિયાને સગતિ મળતી નથી.”
ઓધ સંજ્ઞા
(૧૦) ઘસંજ્ઞા જ્ઞાનાવરણીય કર્મના અલ્પ ક્ષપશમથી ઉત્પન્ન થનારી અને અપ્રગટ ઉપયોગ રૂપ જીવનું વિભાવપરિણમન તે ઘસંજ્ઞા કહેવાય છે, વેલ વગેરેનું મંડપ ઉપર ચઢવું વગેરેથી તેનું જ્ઞાન થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૭૧