________________
જીવ સ્કન્ધ વિચાર
હવે જીવદ્ધધને વિચાર કરવામાં આવે છે
બે પરમાણુઓને સંગ થવાથી દ્વિપ્રદેશી સ્કંધ બને છે, અને ત્રણ પરમાણએના સંયોગથી ત્રિપ્રદેશ સ્કંધ બને છે, એ પ્રમાણે અસંખ્યાત પરમાણુઓના સંગથી અસંખ્યાતપ્રદેશી સ્કંધ ઉત્પન્ન થાય છે. અહિં સુધીના સ્કંધ, જીવે દ્વારા ગ્રહણ કરી શકાતાં નથી.
કયા પ્રકારના કંધ દ્વારા ગ્રહણ કરી શકાય છે? તે બતાવે છે અભવ્યરાશિ ચુમોતેર (૭૪) વી છે. એ અભવ્ય રાશિના જીની અપેક્ષા અનંત ગુણ અધિક પરમાણુ જે એકઠા થાય તે ઔદારિક શરીર ગ્રહણ કરી શકે તેવી વર્ગણું હોય છે, ઔદારિક વગણની અપેક્ષા અનંત ગુણ અધિક વૈક્રિયશરીરગ્રાહ્ય વગણ હોય છે, અને તેનાથી પણ અનંત ગુણી અધિક એક આહારકવર્ગનું હોય છે. આહારકવણાથી અનન્ત ગુણ અધિક તેજસશરીરમ્રાહ્ય વગણ હોય, તેનાથી પણ અનન્ત ગુણ અધિક એક ભાષાગ્રાહ્યા વગણ હોય છે, અને તેનાથી અનંતગુણી અધિક એક શ્વાસોચ્છાસવર્ગણા હેય છે, અને તેનાથી અનન્તગુણી અધિક એક મને વગણ હોય છે. મને વર્ગણાથી પણ અનન્તગુણી અધિક કાર્મણવર્ગણ હોય છે. તેનાથી પણ અનન્ત ગુણી અધિક પગલપરમાણુના સ્કંધ સમજવાં જોઈએ. એ પ્રમાણે કામણગણાના અનન્ત પુદ્ગલ પરમાણુઓથી બનેલા સ્કંધ જીવે દ્વારા ગ્રહણ કરવા યોગ્ય હોય છે.
રાગ અને દ્વેષ રૂપ અશુદ્ધ પ્રવૃત્તિના કારણે આત્માના એક–એક પ્રદેશમાં અનંતાનંત કર્મવર્ગણાઓ એ પ્રમાણે એકમેક થઈ રહી છે કે-જેમ લેઢાને ગેળો અને અગ્નિ એકમેક થઈ જાય છે, એ કારણથી જીવના અનંત જ્ઞાન આદિ ગુણ ઢંકાઈ જાય છે. એ પ્રમાણે જીવોની અપેક્ષા પુદ્ગલ અનંતગુણ અધિક જાણવા જોઈએ. તે યુગલ, પી, અચેતન સક્રિય અને પૂરણગલનસ્વભાવવાળા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫૭.