________________
ક્ષય થવાથી સમસ્ત રેય પદાર્થોને જાણવા યોગ્ય વિશુદ્ધતા પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન સંજ્ઞા પામે છે.
જીવ બે પ્રકારના છેઃ–સિદ્ધ જીવ અને અસિદ્ધ જીવ, સકલ કર્મોથી રહિત જીવ સિદ્ધ કહેવાય છે, અને સંસારી જીવ અસિદ્ધ કહેવાય છે. દ્રવ્યબંધ અને ભાવબંધને સંસાર કહે છે. આઠ કર્મોને સંબંધ તે દ્રવ્યબંધ છે, અને રાગદ્વેષ આદિ પરિણમેને સંબંધ થાય તે ભાવબંધ છે. એ બે પ્રકારના બંધરનપ સંસાર જેને હોય છે તે સંસારી જીવ કહેવાય છે. સંસારી જીવ ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકારના છે. પૃથ્વી, પાણી, અને વનસ્પતિ આ ત્રણ સ્થાવર છે, તેજ, વાયુ, ઉદાર જીવ ત્રસ છે. તેમાં તેજ અને વાયુ ગતિગ્રસ છે, લબ્ધિથી સ્થાવર છે. ઉદારના ચાર ભેદ છે. ક્રિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિય
ના સંજ્ઞી અસંજ્ઞી, એ બે ભેદ છે.
ઇતિ જીવાસ્તિકાય
જીવાસ્તિકાયના ગુણ આ છે-(૧) અનંતજ્ઞાન, (૨) અનંત દર્શન (૩) અનંત સુખ અને (૪) અનંત વીર્ય.
(૧) અવ્યાબાધવત્વ (૨) અનવગાહનાવ7 (3) અમૂર્તિકત્વ અને (૪) અગુરુલઘુત્વ, એ જીવની પર્યાય છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણના ભેદથી પાંચ પ્રકારે જીવાસ્તિકાયનું જ્ઞાન થાય છે. (૧) દ્રવ્યથી–જીવ અનંત છે. (૨) ક્ષેત્રથી–લેકપ્રમાણ. (૩) કાલથી-આદિ અન્ત રહિત છે. (૪) ભાવથી–અરૂપી છે–રૂપરસ–ગંધ અને સ્પર્શથી રહિત છે (૫) ગુણથી-ચેતનાલક્ષણ છે.
ઈતિ છવાસ્તિકાય –
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫૫