________________
કાર્યની ઉત્પત્તિને પ્રસ'ગ ઉપસ્થિત થશે. કેમકે પરિણામ કાઇ પર નિર્ભર રહેશે નહિ, વિના કારણે જ થશે, પરન્તુ એવી રીતે હોય નહિ. પરિણામ નિયત સમય પર જ હાય છે, એટલા માટે અનેક શક્તિએથી યુક્ત એક કાલ નામનું કારણુ અંગીકાર કરવું જોઇએ.
તે અનેક શક્તિએ પાત-પેાતાનું કાર્ય કરવા માટે કેઈ વિશેષ કાલમાં જ ઉદ્દત-પ્રકાશિત થાય છે. સદા થતી નથી. કેમકે તેના સ્વભાવ જ એવા છે, જેમકે- કુરરૂપથી પિરણત વનસ્પતિનું મૂળ, કાંડ-કાતળી, છાલ, પત્ર, સ્કંધ, શાખા, વિટપ-ડાળી, પુષ્પ, ફળ-રૂપ પરિણમન એક સાથે થતાં નથી. પ્રથમ અંકુર હતુ, પછી સ્ક ંધવાળું થયું, અને કેટલાક દિવસે પછી તે ફૂલશે, એ પ્રમાણે લેાકવ્યવહાર પણ પ્રસિદ્ધ જ છે, અથવા જેવી રીતે પુરુષને ખલ્ય, કુમાર, ચુવા, મધ્યમ આદિ અવસ્થા, તથા નવાપણું અને જુનાપણું અને પ્રનષ્ટ—નાશપ પરિણમન એક સાથે થતુ નથી, એટલા માટે સમસ્ત પરિણામેાનુ નિયામક નિમિત્ત કારણુ કાલ જ સિદ્ધ થાય છે જેમકે કાતર, વસ્રને કાપવામાં નિમિત્ત કારણુ થાય છે, તે પ્રમાણે દ્રવ્યેાના પરિણમનમાં કાલ નિમિત્ત કારણ થાય છે.
ક્રિયા એ દ્રવ્યનું પરિણામ વિશેષ છે. તેનું નિમિત્ત કારણ પણ કાલ જ છે. જેમ આકાશમાં આંગળી છે, હતી અને હરશે' આ પ્રકારના વ્યવહાર કાલને આશ્રિત છે. કાલની સત્તા ન માનવામાં આવે તે અતીત–ભૂતકાળ જ વર્તમાન અને ભવિષ્ય કાળ થઈ જશે, કેમકે ક્રિયાના નિયામક કેાઈ નથી, આ પ્રમાણે અતીત ભૂતકાળ આદિ કાળેાના વિભાગ નહિ રહેવાથી વ્યવહારના લેપ થઈ જશે. એટલા માટે કાલ અવસ્ય છે, જેની સહાયતાથી ભૂતકાળ આદિના વ્યવહાર સ્પષ્ટરૂપથી સિદ્ધ થાય છે' એમ માનવું તે જ ચાગ્ય છે.
પ્રતિદિન અન્ને વખત સમસ્ત-તમામ વસ્ત્ર, પાત્ર આદિનુ પ્રતિલેખન કરવું, પ્રત્યેક દિવસ અને રાત્રિના અન્તમાં આવશ્યક કરવું, ચોકાલીન-ચારેય કાલ સ્વાધ્યાય કરવા, તે ભગવાને મુનિઓનુ કર્તવ્ય ખતાવ્યું છે. અગર કાલદ્રવ્યની સત્તા નહિ માનેા તા દિવસ રાત વગેરે ભેના પત્તો મળશે નહિ, અને સમય પર આગળ કહેલાં સ કાર્યો કરી શકાશે નહિ, એવી અવસ્થામાં શાસ્ત્રોના એ ઉપદેશ નિરર્થક થઈ જશે.
“ અકાલને,ત્યાગ કરીને ચેાગ્ય સમય પર મુનિએએ ભિક્ષાને માટે જવું—આવવું જોઇએ” ભગવાને મુનિએનુ એ કર્તવ્ય કહ્યું છે. કાલદ્રવ્યને નહિ માનવામાં આવે તે આ સર્વ કર્તવ્ય અને તેમના ઉપદેશ પણુ નષ્ટપ્રાય થઈ જશે.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
૩૩