________________
સેવન કરવાવાળા પ્રમાદી ફરી ઘરવાસમાં આવી જાય છે. તે સંયમ ધારણ કર્યા પછી પણ પ્રમાદને વશ થઈને વિષયમાં આસક્ત થવાના કારણે ફરી ગૃહસ્થ બની જાય છે. (સૂ)
વનસ્પતિશાસ્ત્ર સમારમ્ભ મેં તદાશિત અનેક જીવ હિંસા
શકાર
વનસ્પતિશાસ્ત્રના આરંભને સર્વથા ત્યાગ કરવાવાળા અણગારેનું તથા અગ્નિશસ્ત્રના આરંભમાં પ્રવૃત્ત દ્રવ્યલિંગીઓનું વિવેચન કરીને ઉપદેશ આપે છે“સામાજા.” ઈત્યાદિ.
મૂલાથ-વનસ્પતિકાયના આરંભમાં સંકેચ કરવાવાળા સાધુઓને જુદા જાણે. તથા “અમે અણગાર છીએ આ પ્રમાણે કહેવાવાળા, નાના પ્રકારના શોથી વનસ્પતિ કાયને આરંભ કરવાવાળા, વનસ્પતિ શાસ્ત્રને આરંભ કરતા થકા અન્ય અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. | ૫ |
ટીકાથ—અત્યન્ત કરુણાથી આદ્ર હૃદયવાળા મુનિ વનસ્પતિકાયના આરંભથી વિરુદ્ધ રહે છે. એવા મુનિ કેઈ-કોઈ અવધિજ્ઞાની, મન:પર્યજ્ઞાની અને કેવળજ્ઞાની હોય છે. અને કઈ-કઈપરોક્ષજ્ઞાની (મતિ-શ્રુતજ્ઞાનના ધારક) ભાવિતાત્મા હોય છે. તેને જુએ.
અથવા તેને દ્રવ્યલિંગિઓથી જૂદાજ સમજવા જોઈએ. તે અણગાર સૂકમ અને બાદર વનસ્પતિકાયને આરંભ કરવામાં બીએલા–ભયવાળા, ત્રસ્ત, ઉદ્વિગ્ન છે. ત્રણ કરણ ત્રણ પેગથી વનસ્પતિકાયના આરંભના ત્યાગી છે.
તેનાથી વિપરીત-વિરૂદ્ધ કઈ-કઈ “અમે અણગાર છીએ આ પ્રમાણે અભિમાન પૂર્વક કહે છે-“અમેજ વનસ્પતિ ની રક્ષા કરવામાં તત્પર અને મહાવ્રતધારી છીએ આ પ્રમાણે પ્રલાપ-(બકવાટ) કરનારા દ્રવ્યલિંગી સાધુઓને જુદા સમજે.
અણગાર હોવાનું અભિમાન કરનારા એ દ્રવ્યલિંગી સાચા અણુગારના ગુણે માટે જરા પણ પ્રવૃત્તિ કરતા નથી. તે ગૃહસ્થનાં કઈ પણ કામને ત્યાગ કરતા નથી. એ બતાવે છે. “ચરિમ . ઈત્યાદિ.
નાના પ્રકારના વનસ્પતિકાયનાં શસ્ત્ર વડે વનસ્પતિકાયને આરંભ કરીને વનસ્પતિકાયની હિંસા કરે છે. વનસ્પતિશાસ્ત્ર બે પ્રકારનાં છે-દ્રવ્યશાસ્ત્ર અને ભાવશસ્ત્ર. દ્રવ્યશાસ્ત્રનાં ત્રણ ભેદ છે–(૧) સ્વકાયશસ્ત્ર, (૨) પરકાયશસ્ત્ર, અને (૩) ઉભયકાયશ. ડંડા, લાકડી વગેરે સ્વકાયશસ્ત્ર છે, કેંચી-(કાતર, સાંણસો) પત્થર, હાથ, પગ,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૫