________________
(ચેતના) અને સુખ આદિથી યુક્ત છે, કેમકે તેમાં અવ્યકત ચેતના છે. જે અવ્યકત ચેતનાવાળા હોય છે તે અવ્યકત ચેતનાવાળા અને સુખ આદિવાળા હેય છે. જેમ સુતેલા અથવા મૂચ્છિત પુરૂષ. આ પ્રકારે “દક્ષ્યત્વ હેતુથી સિદ્ધ થાય છે કે-વનસ્પતિ જીવનું શરીર છે અને જીવનું શરીર હેવાના કારણે સચિત્ત પણ છે. એની સાથે બીજું પણ પ્રમાણ છે. જેમકે –વૃક્ષ ચેતનાવાનું છે કેમકે તેની તમામ ચામડી-છાલ કાઢી નાંખવાથી તેનું મૃત્યુ થઈ જાય છે તમામ છાલ કાઢી નાંખવાથી જેનું મૃત્યુ થઈ જાય છે તે ચેતન જ હોય છે. જેવી રીતે બકરા. વનસ્પતિકાયની ચેતનતા આગળ પણ - ધર્મચં ચં િત્તારૂધમ” આ સૂત્રની વ્યાખ્યા કરતી વખતે સિદ્ધ કરવામાં આવશે.
અથવા–અવ્યકત ઉપયોગથી લઈને કષાય સુધી જીવના જે લક્ષણ પૃથ્વીકાયનાં ઉદેશમાં પહેલા કહ્યાં છે, તે સર્વ વનસ્પતિકાયમાં પણ જોવામાં આવે છે. આ કારણથી વનસ્પતિ મનુષ્ય આદિના સમાન સચિત્ત છે.
તથા–વનસ્પતિ સચેતન છે, કેમકે તેમાં બાલ્યાવસ્થા આદિ અવસ્થાએ જેવામાં આવે છે. અનુકૂલ આહારથી પુષ્ટિ અને પ્રતિકૂલ આહારથી કૃશતા–દુર્બલતા આદિ દેખાય છે, અને છેદન, ભેદન આદિ કરવાથી મુરઝાઈ જવું-કરમાઈ જવું સુસ્ત કે ખિન્ન થવાપણું વગેરે જોવામાં આવે છે. જેવી રીતે મનુષ્યનું શરીર.
તાત્પર્ય એ છે કે –જેમ મનુષ્યનું શરીર અનુકૂલ આહાર આદિથી પુષ્ટ થાય છે, અને પ્રતિકૂલ આહારથી અથવા તે આહારના અભાવથી સુકાઈ જાય છે તેવી રીતે વનસ્પતિ પણ અનુકૂલ જલ, વાયુ આદિથી પુષ્ટ થાય છે, અને પ્રતિકૂલ જલ વાયુ આદિથી સુકાઈ જાય છે. અથવા જેવી રીતે છેદન-ભેદન કરવાથી મનુષ્યશરીરના હાથ-પગ આદિ કરમાઈ જાય છે. તે પ્રમાણે પાંદડા, ફલ, ફૂલ, આદિ વનસ્પતિ પણ છેદન-ભેદન આદિથી કરમાઈ જાય છે સુકાઈ જાય છે, આ કારણથી સિદ્ધ થાય છે કે વનસ્પતિ સચેતન છે.
અથવા–વનસ્પતિ જીવ છે, કેમકે-ચેતનાવાળી છે, જેમ મનુષ્ય. જેવી રીતે મનુષ્ય આદિમાં શબ્દ આદિને ગ્રહણ કરવાની શક્તિરૂપ ચેતના છે. તે પ્રમાણે વનસ્પતિમાં પણ શબ્દ આદિને ગ્રહણ કરવાની શક્તિરૂપ ચેતના જોવામાં આવે છે. બકુલ આદિ વૃક્ષ ગીત, મદિરાના ગંડૂષ (કેગલા), સ્ત્રીના પગથી થયેલું તાડન આદિથી ફળે છે. શમી તથા લજજાવંતી (રીસામણી) આદિમાં સુઈ જવું જાગવું અને સંકેચાઈ જવું વગેરે જોવામાં આવે છે. શાપ અને અનુગ્રહથી સર્વ વનપતિમાં સકેચ અને વિકાસ થાય છે. કહ્યું છે કે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩ ૩