________________
તે પૃથ્વીકાયને આરંભ કરવાવાળાના અહિત માટે અને અધિને માટે હેય છે. અર્થાત્ આરંભ કરવાથી સમ્યકૃત્વ અને જિનધની પ્રાપ્તિ થતી નથી.
પૃથ્વીકાયને આરંભ-કર, કરાવે અને કરવાવાળાને અનુમોદન આપ વગેરેના ભેદથી ત્રણ પ્રકાર છે, એ ત્રણેય ભેદના ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તન માનકાળના ભેદથી ત્રણ ત્રણ ભેદ કરવાથી આરંભ નવ પ્રકાર છે. એ નવ ભેદને મન, વચન અને કાયા, આ ત્રણથી ગુણવા વડે કરી સત્તાવીશ ભેદ થઈ જાય છે.
દૃષ્ટાન્ત દ્વારા પૃથિવીજીવ સિદ્ધિ
આ પ્રમાણે પૃથ્વીકાયના સમારંભમાં પ્રવૃત્ત પુરૂષ છે કાને આરંભ કરે છે, અને અત્યન્ત ઘોર પાપ ઉપાર્જન કરીને દુરાસંસારરૂપી દાવાનલની જવાલાઓમાં પડીને, નરક-નિગદ આદિનાં દુઃખ જોગવતાં કેઈ વખત પણ કલ્યાણની પ્રાપ્તિ કરી શકતા નથી, અને શાશ્વત સુખ દેવાવાળા મોક્ષમાર્ગને પણ પ્રાપ્ત થતા નથી. (૩)
પૃથિવીકાય સમારમ્ભ નિવૃતિ
(૯) નિવૃત્તિ દ્વાર જેણે તીર્થકર આદિના સમીપમાં પૃથ્વીકાયના જીનું સ્વરૂપ જાણી લીધું છે, તે આ પ્રમાણે જાણે છે-“તે સં. ” ઈત્યાદિ.
મૂલાથ–જે પુરૂષ તીર્થકર ભગવાનની અથવા અણગારેની સમીપ ઉપદેશ સાંભળીને સમજે છે, અને ઉપાદેય (ચારિત્ર)ને અંગીકાર કરીને વિચરે છે, તેને માલૂમ પડે છે કે –પૃથ્વીકાયને આરંભ એ ગ્રંથ છે, એ મેહ છે, એ માર છે, એ નરક છે, એમાં આસક્ત પૃથ્વીશ અને આરંભ કરવાવાળા જાત-જાતના શસ્ત્રથી પૃથ્વીકાયને આરંભ કરીને અન્ય અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે (૪)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૨