________________
નાના એવા સેઈની અણી પર લાગેલા એક ટીપામાં પણ હજાર ઔષધોને સમાવેશ થઈ જાય છે. એ પ્રમાણે જુવારના એક દાણુની બરાબર પૃથ્વીમાં એટલા જીવ રહે છે. અથવા જેવી રીતે–એક હજાર ઔષધેને મેળવવામાં આવે અને તેનું ચૂર્ણ બનાવી લેવાય, અને તેને ખૂબ વાટવામાં આવે અને તેમાંથી ખસ-ખસના દાણા બરાબર ગોળી બનાવવામાં આવે તે પ્રત્યેક ગાળીમાં હજાર ઔષધીઓને સમાવેશ થયેલે છે, એમ જાણી શકાય છે. એ પ્રમાણે જુવાર બરાબર પૃથ્વીમાં એટલા જીવ રહે છે તે તેમાં આશ્ચર્યની વાત શું હોઈ શકે ?
અથવા કાકાશના એક એક પ્રદેશમાં, એક-એક જીવ સ્થાપિત કરવામાં આવે તો અસંખ્યાત લેક ભરાઈ જાય. પૃથિવીકાયના જીવનું પરિણામ એટલું છેજે લેક અસંખ્યાત હોય અને તે અસંખ્યાત લોકના જેટલા પ્રદેશ હોય એટલા જ પૃથિવીકાય જીવ છે એમ સમજી લેવું જોઈએ.
જે પુરૂષ પૃથિવીકાયની હિંસાથી વિરત-નિવૃત્ત થાય છે તેજ અણગાર છે. મુનિ છે. જે હિંસામાં પ્રવૃત્ત છે તે દ્રવ્યલિંગી છે. તે બતાવવા માટે કહે છે–જીન્નમાળા” ઈત્યાદિ.
કઈ-કઈ પુરૂષ પૃથિવીકાયના આરંભમાં અત્યન્ત કરૂણાશીલ હેવાના કારણે દ્રવિત હૃદયવાળા હેવાથી સંકેચ-વૃત્તિ કરે છે. તેમાંથી કેકેઈ પ્રત્યક્ષજ્ઞાની અર્થાત્ અવધિજ્ઞાની, મન:પર્યયજ્ઞાની અને કેવલજ્ઞાની અને કેઈ પક્ષજ્ઞાની ભાવિતાત્મા અણગાર છે. પૃથક્ર=પૃથભાવથી જુઓ, અર્થાત્ તે પુરૂષને જુઓ કે જે સૂક્ષમ અને બાદર પૃથ્વીકાયને આરંભ કરવામાં લજજા કરે છે–શરમાય છે–ત્રાસ પામે છે. અને ત્રણ કરણ ત્રણ વેગથી પૃથ્વીકાયના આરંભના ત્યાગી છે.
અને કઈ-કઈ “અમે સાધુ છીએ” એવા અભિમાનની સાથે કહે છે કે-“અમે પણ પૃથ્વીકાયની રક્ષામાં તત્પર છીએ, અને મહાવ્રતધારી છીએ.' આ પ્રમાણે વૃથામિથ્યા પ્રલાપ કરનારા દ્રવ્યલિંગી છે. તેને જુદા જુદા ભાવથી જુઓ.
પૃથિવીકાય વધદ્વાર - શસ્ત્રદ્વાર
(૪) વધ અને (૫) શસ્ત્ર દ્વાર પોતેજ પિતાને અણગાર-સાધુ સમજવાવાળા એ વ્યલિંગી, સાધુના ગુણોમાં જરા પણ પ્રવૃત્ત થતા નથી. અને ગૃહસ્થના કેઈ કાર્યને ત્યાગ કરતા નથી. એ વાત બતાવે છે –
એ દ્રવ્યલિંગી લેક જુદા-જુદા પ્રકારની માટી, પથ્થર આદિ સ્વકાય શથી અગ્નિ આદિ પરકાય શસ્ત્રોથી હળ, કેદાળી આદિ દવાના સાધનરૂપ ઉભયકાય શસ્ત્રોથી પૃથ્વી કર્મસમારંભ કરે છે. અર્થાત્ પૃથ્વીના નિમિત્તથી જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મબંધના કારણ સાવદ્ય વ્યાપાર કરે છે, અને તેથી પૃથ્વીકાયની હિંસા કરે છે. પૃથ્વીકાયની હિંસામાં પ્રવૃત્ત થવાવાળા પુરૂષ છજીવનિકાની હિંસા કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૮