________________
રસના એ બે ઇન્દ્રિયે વાળા જી અસંખ્યાત છે.
(૨) ત્રિીન્દ્રિય કીડી, રોહિણિકા, કંથવા, જું, લીખ, માંકડ, મંડા, શુલશુલ, ગેપદિકા, કાનખજૂરા, કર્ણશલ આદિ ત્રીન્દ્રિય જીવ પ્રસિદ્ધ છે. તેને સ્પર્શન, રસના, અને ઘાણ. આ ત્રણ ઈન્દ્રિય હોય છે. ત્રીન્દ્રિય જીવ અસંખ્યાત છે.
(૩) ચતુરિન્દ્રિય– ભમરા, વટર, માંખી, ડાંસ, મચ્છર, વીંછી, કીટ, પતંગ, કંસારી આદિ ચાર ઈન્દ્રિયવાળા જીવ પ્રસિદ્ધ છે. તેમને સ્પર્શન રસના, ઘાણ અને નેત્ર આ ચાર ઈન્દ્રિય હોય છે. એ જીવ અસંખ્યાત છે.
પશેન્દ્રિયભેદ (૪)
(૪) પંચેન્દ્રિય પાંચ ઇન્દ્રિય વાળા જીવ ચાર પ્રકારના છે–(૧) નારકી, (૨) તિયચ, (૩) મનુષ્ય, અને (૪) દેવ. નારકીના સાત પ્રકાર છે, કારણ કે સાત નરકમાં તેની ઉત્પત્તિ હોય છે. (૧) રત્નપ્રભા, (૨) શર્કરપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ પ્રભા અને (૭) તમસ્તમ:-પ્રભા નામની સાત પૃથિવી છે. ત્યાં સાત નરકભૂમિઓ છે. તે નરકભૂમિએમાં નિવાસ કરવા વાળા નારકી પણ સાત પ્રકારના કહેવાય છે. નારકી, પંચેન્દ્રિય-તિર્યંચ, મનુષ્ય, અને દેવેને સ્પર્શન, રસના ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર, આ પાંચ ઇન્દ્રિયે હેાય છે.
પંચેન્દ્રિય તિર્યંચ બે પ્રકારના છે-(૧) ગર્ભ જ, (૨) સંમૂઈિમ. તેમાં ગર્ભજના પાંચ ભેદ છે –(૧) જલચર, (૨) સ્થલચર, (૩) ખેચર, (૪) ઉર પરિસર્પ, અને (૫) ભુજ પરિસર્પ. મચ્છ, મકર (મગર) આદિ જલના જીવ જલચર કહેવાય છે. ગાય, ભેંસ આદિ સ્થલચર કહેવાય છે મયૂર (મેર) આદિ ખેચર કહેવાય છે. સર્પ આદિ ઉરપરિસર્પ, અને ઘાયરા આદિ ભુજપરિસર્ષ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧૬