________________
સ્મરણ રહે છે તેથી બરાબર સિદ્ધ છે કે દેહ અને ઈન્દ્રિય આદિથી ભિન્ન આત્મા જ ગુણી છે. આ પ્રમાણે પ્રત્યક્ષપ્રમાણથી આત્માના અસ્તિત્વનું નિરૂપણ કર્યું છે.
અનુમાનથી આત્માની સિદ્ધિ– શકે-જ્ઞાન આદિ ગુણે પિતાના આત્મામાં હેવાથી, તે ગુણોથી અભિન્ન પિતાના આત્માને તે પ્રત્યક્ષ માની લેવામાં આવે, પરંતુ બીજાના શરીરમાં આત્માનું અસ્તિત્વ કેવી રીતે જાણી શકાય ?
સમાધાન–જેવી રીતે પિતાના શરીરમાં પ્રત્યક્ષપ્રમાણથી આત્મા પ્રતીત થાય છે તે પ્રમાણે બીજાના શરીરમાં અનુમાન પ્રમાણથી આત્મા સમજવું જોઈએ. અનુમાન પ્રમાણે આ પ્રમાણે છે:
(૧) બીજાનું શરીર સાત્મક (આત્માથીયુક્ત) છે, કેમકે તેની ઈચ્છમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં નિવૃત્તિ જોવામાં આવે છે. જ્યાં ઈષ્ટ–અનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ જોવામાં આવે છે તે સાત્મક હોય છે. જેમ પિતાનું શરીર. તથા જે સાત્મક (આત્માથીયુક્ત) નથી, તેમાં ઈષ્ટ–અનિષ્ટની પ્રવૃત્તિ-નિવૃત્તિ પણ થતી નથી, જેમકેઘટ, બીજાના શરીરમાં પણ પ્રવૃત્તિ-નિવૃત્તિ જોવામાં આવે છે, તેથી તે સાત્મક છે.
(૨) શરીર સકતૃક (કર્તાથી યુક્ત) છે. કેમકે તે આદિવાળું અને નિયત આકાર વાળું છે; જેમ ઘટ, જે સકર્તક નથી દેતાં તે આદિવાળા અને નિયમ આકાર વાળાં નથી હોતાં જેમ મેઘને વિકાર (બનાવટ). શરીરને જે કર્તા છે તે આત્મા છે. અહિં નિયત આકારવાળા સુમેરુ આદિથી વ્યભિચાર (હેતુ હોય અને સાધ્ય ન હાય) નિવારણ કરવા માટે આદિવાળા” વિશેષણ લગાવ્યું છે.
અથવા-ઈન્દ્રિયને અધિષ્ઠાતા આત્મા છે. આ વિષયમાં અનુમાનને પ્રયોગ આ પ્રમાણે કરવું જોઈએ
(૩) ઈન્દ્રિયે કઈ પણ અધિષ્ઠાતાથી યુક્ત છે, કેમકે તે કરણ છે; જેમકે ચક્ર, ચીવર, મૃત્તિકા, સૂત અને દંડ આદિ. ચક્ર, ચીવર વગેરેને અધિષ્ઠાતા કુંભાર છે, જેને કોઈ અધિષ્ઠાતા હેય નહિ, તે કરણ પણ હોય નહિ; જેમકે–આકાશ. ઈન્દ્રિયને જે અધિષ્ઠાતા છે, તે આત્મા છે.
(૪) અથવા-ઈન્દ્રિયોના વિષય શબ્દ આદિ આદાનયુક્તન(ગ્રહણ કરવાવાળાયુક્ત) છે, કેમકે તેમાં આદાન-આદેય ભાવ મોજુદ છે. જેમ સાણસી અને લેહમાં. તાત્પર્ય એ છે કે લેકમાં સાણસી અને લેહમાં આદાન-આદેય ભાવ પ્રસિદ્ધ છે. અને તેના આદાતા લુહાર છે; આ પ્રમાણે ઇન્દ્રિય તથા વિષયોને પણ આદાનઆદેય ભાવ છે તેથી તેને પણ કોઈ આદાતા હવે જોઈએ ત્યાં આદાતા નથી, ત્યાં આદાન-આદેય ભાવ પણ હેય નહિ, જેમ આકાશમાં.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૯૧