________________
અથવા કેઈપિતા પોતાની ગતિ અને આગતિને જાણે તે ત્રણ પ્રકારના કારણથી જાણી શકે છે, તેને કહે છે–સહસંમતિ આદિથી, આત્માની સાથે રહેવા વાળી સમ્યમ્ મતિ-બુદ્ધિ અર્થાત્ પરેપદેશ વિનાજ ઉત્પન્ન થવા વાળી જાતિસ્મરણ, અવધિ, મન:પર્યય, અને કેવલ-જ્ઞાનરૂપ મતિ તે સહસંમતિ કહેવાય છે. જાતિસ્મરણ વાળા નિયમથી સંખ્યાત ભને જાણે છે. અવધિજ્ઞાની સંખ્યાત અથવા અસંખ્યાત ભાવને જાણે છે. એ પ્રમાણે મનઃ પર્યાયજ્ઞાની પણ જાણે છે. પરંતુ કેવલજ્ઞાની નિયમથી અનન્ત ભવેને જાણે છે. જાતિસ્મરણ જ્ઞાનવાળા જીવ વચમાં જે અસંસીને ભવ ન કરે તે પોતાના સંસી પંચેન્દ્રિયના ઉત્કૃષ્ટ નવસો (૦૦) ભલેને જાણી શકે છે. જાતિસ્મરણથી પોતાના પૂર્વભવને જાણનારાનું દ્રષ્ટાંત બતાવે છે
સુગ્રીવ નગરમાં બલભદ્ર નામને રાજા હતા. તેની પટરાણીનું નામ-મૃગ હતું, તે મૃગા રાણી થકી બલભદ્રને પુત્રની પ્રાપ્તિ થઈ માતા-પિતાએ તેનું નામ બલશ્રી રાખ્યું, પરંતુ તે લોકને વિષે મૃગાપુત્ર નામથી પ્રસિદ્ધ થશે. તે માતા-પિતાને પરમપ્રિય હતું, તેને યુવરાજ પદ પર અભિષેક કર્યો. પછી તે પ્રસન્નચિત્ત થઈને દેગુન્હગ (વિલાસી એક દેવની જાતિ) દેવ સમાન પોતાના મહેલમાં કીડા કરતે હતે.
એક વાર મૃગાપુત્ર મણિઓ અને રત્નથી સુશોભિત ફર્શ–સુંદર તળિયાવાળે મહેલને સૌથી ઉપરને ખંડ હતું, તેના ઉપર બેઠે હતે. તે કુતુહલપૂર્વક નગરના ચૌપડ ત્રિક તથા ચત્વર માર્ગોનું અવલોકન કરી રહ્યો હતો. તે વખતે એ માર્ગમાં શીલથી વિભૂષિત, ગુણોના સાગર, તપ, નિયમ, સંયમ ધારણ કરવાવાળા એક મુનિ દષ્ટિગોચર થયા, તે વખતે મૃગાપુત્ર એક નજરથી તેમની સામે જોયું, અને તેને જોઈને મૃગાપુત્રને મૂછ આવી ગઈ અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેનાથી માલૂમ પડયું કે-“પૂર્વ જન્મમાં દીક્ષા ધારણ કરીને, પાંચ મહાવ્રતનું પાલન કરી, પછી સ્વર્ગના સુખે ભેગાવીને આ રાજકુલમાં ઉત્પન્ન થયે છું ” આ પ્રમાણે જાતિસ્મરણ થવાથી તે ફરીને આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થઈ ગયો.
અવધિજ્ઞાની મલ્લીનાથ ભગવાને સંસાર-અવસ્થામાં પોતાના પૂર્વ જન્મને વૃત્તાન્ત જોઈ લીધું હતું. મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાનના દ્રષ્ટાંત તો પ્રસિદ્ધ જ છે.
તથા–પરના વ્યાકરણથી પણ ગતિ-આગતિનું જ્ઞાન થાય છે. પરને અર્થ છેતીર્થકર, તેનું વ્યાકરણ-અર્થાત્ પદાર્થનું સ્વરૂપ યથાર્થરૂપથી જાણી-સમજીને કહેવું, અથવા પરવ્યાકરણને અર્થ—તીર્થકરના પ્રવચનરૂપ આગમ સમજવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૮૫