________________
૨૯૬
તત્વાર્થસૂત્રને તેના તલભાગ ખરડાયેલા હોય છે. તે અશુભ અને બીભત્સ, ઘોર દુર્ગધથી ભરેલાં, કાપિત અગ્નિ જેવા વર્ણવાળા, કઠેર સ્પર્શવાળા, દુસહ અને અશુભ હોય છે નરકની વેદનાઓ પણ અશુભ જ હોય છે. વગેરે ૧૬
નારા કોલેજ ઈત્યાદિ સૂવાથ–તે નરકમાં નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ યથાક્રમાનુસાર એક, ત્રણ, સાત દસ, સત્તર, બાવીસ અને તેત્રીસ સાગરોપપત્રની હોય છે. ૧૭
તસ્વાર્થ દિપીકા–પહેલા નારકના તથા નરકના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું હવે તે નારક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિનું અર્થાત્ આયુને પરિણામનું નિરૂપણ કરીએ છીએ.
પૂર્વોક્ત સાત રત્નપ્રભા પૃથ્વિ આદિ સ્વરૂપવાળા નરકમાં નિવાસ કરનારાં નારકજીવોની ઉત્કૃષ્ટ અર્થાત્ વધારેમાં વધારે સ્થિતિ અથવા આયુષ્ય અનુક્રમથી અર્થાત્ રત્નપ્રભા આદિ ભૂમિઓના કમાનુસાર એક, ત્રણ, સાત, દસ, સત્તર, બાવીસ અને તેંત્રીસ સાગરોપમની હોય છે આ અનુક્રમ આ પ્રમાણે છે.-(૧) રત્નપ્રભા નામની ભૂમિમાં જે નરક છે, ત્યાંના નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. અર્થાત્ પહેલી પૃથ્વિના નારક અધિકમાં અધિક એક સાગરેપમ સુધી નારક અવસ્થામાં ત્યાં રહે છે. (૨) શર્કરા પ્રભામાં માં નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની હોય છે. (૩) વાલુકાપ્રભામાં નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની હોય છે. (૪) પંકpભામાં નારકેની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની હોય છે. (૫) ધૂમપ્રભામાં નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની હોય છે, (૬) તમ પ્રભામાં નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ તેંત્રીસ સાગરેપની હોય છે. ૧૭
તત્વાર્થનિયુકિત—અત્યન્ત વિષમ દુ:ખજનક કર્મો બાંધવાથી અને અનપવર્તન નીય આયુષ્ય વાળા હોવાથી જીવ અકાળે જ મૃત્યુની અભિલાષા કરતા હોવા છતાં પણ અકાળે મરણ પામતા નથી. આયુષ્ય પુરૂં થવાથી નિશ્ચિત સમયે જ તેમનું મૃત્યુ થાય છે અત્રે એવી આશંકા ઉદ્ભવે છે કે તેમનું આયુષ્ય કેટલું હોય છે? આ શંકાનું સમાધાન કરવા માટે તેમના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણુ બતાવવામાં આવે છે.
જેમના સ્વરૂપ પ્રથમ બતાવી દેવામાં આવ્યા છે તે રત્નપ્રભા આદિ સાત નરક ભૂમિઓમાં યથાક્રમ ત્રીસ, પાચ્ચીસ પંદર, દસ, ત્રણ લાખ, એક લાખમાં પાંચ ઓછા તથા પાંચ નરકાવામાં નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્થાત્ આયુષ્યનું પ્રમાણ રત્નપ્રભા આદિ ભૂમિએના અનુક્રમથી એક સાગરોપમ, ત્રણ સાગરોપમ સાત સાગરોપમ, દસ સાગરોપમ, સત્તર સાગરોપમ, બાવીસ સાગરોપમ અને તેત્રીસ સાગરોપમનું હોય છે.
આવી રીતે રત્નપ્રભા પૃથ્વિમાં નારકેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની, શર્કરાપ્રભામાં ત્રણ સાગરોપમની, વાલુકાપ્રભામાં સાત સાગરોપમની પંકપ્રભામાં દસ સાગરોપમની ધૂમપ્રભામાં સત્તર સાગરોપમની તમઃપ્રભામાં બાવીસ સાગરોપમની અને તમસ્તમઃ પ્રભામાં તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧