________________
૨૮૬
તત્ત્વાર્થસૂત્રને તાવાર્થનિર્યુકિત–આની પહેલા રત્નપ્રભા આદિ સાતે પૃથ્વિઓના સ્વરૂપનું વિશદ રૂપથી વિવેચન કરવામાં આવ્યું છે. હવે નારક જીને પ્રસંગ હેવાથી સર્વ પ્રથમ તેમના સ્થાને અર્થાત્ નારકાવાસોનું નિરૂપણ કરવામાં આવે છે –
રત્નપ્રભા આદિ સાત નરકભૂમિઓમાં અનુકમથી નારકાવાસની સંખ્યા આ મુજબ છે– ત્રીસ લાખ, પચ્ચીસ લાખ, પંદર લાખ, દસ લાખ, ત્રણ લાખ, એક લાખમાં પાંચ ઓછા અને ફક્ત પાંચ નારકાવાસ, છે તાત્પર્ય એ છે કે રત્નપ્રભા પૃશ્વિમાં ત્રીસ લાખ શર્કરપ્રભામાં પચ્ચીસ લાખ, વાલુકાપ્રભામાં પંદરલાખ, પંકપ્રભામાં દસ લાખ, ધૂમપ્રભામાં ત્રણ લાખ તમઃ પ્રભામાં એક લાખમાં પાંચ ઓછા અને તમસ્તમઃ પ્રભામાં પાંચ જ નારકાવાસ છે.
નરક શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે–નરાર અર્થાત્ અશુભ કર્મવાળા મનુષ્યોને કાયતિ અર્થાત્ જે બોલાવે છે તે “નરક કહેવાય છે. મતલબ એ છે કે પાપકર્મવાળા પ્રાણિએનું અશુભ કર્મનું ફળ ભોગવવાનું સ્થાન નરક કહેવાય છે. તે સીમન્તક આદિ નરક ઉષ્ટ્રિકા, વિષ્ટપચની, લેહી તથા ઘડા વગેરેના આકારના હોય છે. જે જીવ પાપકર્મના ભારથી ભરેલા છે તેઓ ત્યાં ઉત્પન્ન થાય છે.
તમસ્તમઃ પ્રભા નામની સાતમી પૃથ્વિની મધ્યમાં રહેલાં પાંચ નારકાવાસના નામ આ પ્રમાણે છે–કાલ, મહાકાલ ભૈરવ મહારૌરવ અને અપ્રતિષ્ઠાન આ પૈકી અપ્રતિષ્ઠાન નામના મુખ્ય નારકાવાસથી પૂર્વ દિશામાં કાલ નામક નારકાવાસ છે, પશ્ચિમમાં મહાકાલ નારકાવાસ છે, દક્ષિણમાં રૌરવ નામનું અને ઉત્તરમાં મહારૌરવ નામક મુખ્ય નારકાવસ છે. ૧રા
દત્તાણુમાર જે મિસરીયા વિંગિયા નારાજ સૂત્રાથ-નારકી જી હમેશાં અશુભ લેશ્યાવાળા વેદનાવાળા અને વિક્રિયાવાળા હોય છે. ૧૩
તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં રત્નપ્રભા આદિ સાત નરકભૂમિઓમાં અનુક્રમથી નરકાવાસની પ્રરૂપણું કરવામાં આવી હવે તે નરમાં નિવાસ કરવાવાળા નારકજીનાં સ્વરૂપનું કથન કરીએ છીએ
પૂર્વોક્ત નરકમાં રહેનારા નારકની લેશ્યા સદૈવ કહેતાં નિરન્તર અશુભતર જ રહે છે અશુભતરને અર્થ એ થાય છે કે તિર્યંચ ગતિની અપેક્ષા અશુભ હોય છે અને સ્વગતિ અર્થાત્ નરકગતિની અપેક્ષા પણ ઉપર-ઉપરની અપેક્ષાથી નીચે–નીચે અધિકાધિક શુભ હોય છે.
ત્યાં શબ્દ, વર્ણ, રસ ગંધ અને સ્પર્શનું પરિણમન પણ તે ક્ષેત્રના નિમિત્તથી અત્યન્ત અશુભ હોય છે અને તે પરિણમન નારકીના જીના અપરંપાર દુઃખનું કારણ છે.
અશુભ નામકર્મના ઉદયથી નારકના શરીર અતીવ અશુભ હોય છે, તેમની આકૃતિ ઘણી જ વિકૃત હોય છે, હુંડક સંસ્થાન હોય છે અને જોવામાં અત્યન્ત જુગુપ્સાપ્રેરક હોય છે.
તે જીવેને હમેશાં અશુભતર વેદના થાય છે તે અશુભતર વેદનાનું અન્તરંગ કારણ તીવ્ર અસાતવેદનીય કર્મને ઉદય અને બહિરંગ કારણ અનાદિ પારિણમિક શીત અને ઉષ્ણુતા વગેરે
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧