SearchBrowseAboutContactDonate
Page Preview
Page 978
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ તત્ત્વાર્થસૂત્રને બન્ધના કારણેની પ્રરૂપણા કરવામાં આવી હવે મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધવાના હેતુઓનું વિવેચન કરવામાં આવે છે -- તીર્થકરની આચાર્યોની ઉપાધ્યાયની, કુળની ગણની, સંઘ, અર્થાત્ શ્રમણ શ્રમણી, શ્રાવક અને શ્રાવિકાઓના સમુદાયની, અહંન્ત ભગવાન દ્વારા પ્રણીત અંગોપાંગ સહિત આગમોની પાંચ મહાવ્રતોના સાધન ભૂત ધર્મની, ચાર પ્રકારના દેવોની અર્થાત્ ભવનવાસિ વાતવ્યન્તર તિષ્ક તેમજ વૈમાનિક દેવેની નિન્દા કરવાથી મિથ્યાત્વ કર્મ બંધાય છે પ તત્વાર્થનિયુકિત-અગાઉ જ્ઞાનાવરણીય આદિ જે ખ્યાંશી પ્રકારના પાપકર્મ ભેગ કહેવામાં આવ્યા હતા તે પૈકી મતિ આદિ પાંચ જ્ઞાનાવરણીયે ચક્ષુ દર્શનાવરણીય આદિ નવ દર્શનાવરણીઓ અને અશાતાદનીય પાપકર્મ બાંધવાના કારણોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે; હવે કમપ્રાપ્ત મિથ્યાત્વ દર્શનમેહનીય પાપકર્મના બંધ હેતુઓનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ તીર્થકર આચાર્ય ઉપાધ્યાય, કુળ ગણ, સંઘ, શ્રત, ધર્મ અને દેવોને અવર્ણવાદ કરવાથી– મિથ્યાત્વ કર્મ બંધાય છે. સપૂર્ણ જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી ઉત્પન્ન થનારા તેમજ સમસ્તય પદાર્થોને જાણવાવાળા કેવળજ્ઞાનથી સમ્પન તીર્થકરોની અર્થાત્ શ્રી અરિહન્ત ભગવની, આચાર્યોની ઉપાધ્યાયની, જેઓ સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્રથી સમ્પન્ન હોય છે, રાગ દ્વેષ અથવા મેડના આવેશથી નિન્દા કરવાના કારણે અર્થાત્ સત્ ભૂત દોષને પ્રગટ કરવા રૂપ અવર્ણવાદ કરવાથી આવી જ રીતે કુળ અને ગણને અવર્ણવાદ કરવાથી અથવા સમ્યકત્વ-જ્ઞાન સંવર અને તપ રૂપ ચાર પ્રકારના સંઘને અવર્ણવાદ કરવાથી, તે જ રીતે તીર્થકર દ્વારા પ્રતિપાદિત આચારાંગથી લઈને દૃષ્ટિવાદ પર્યન્તના, અંગેના અનુવાદ રૂપ પપાતિક વગેરે ઉપાંગો સહિત શ્રુત-પ્રવચન-આગમને અવર્ણવાદ કરવાથી તથા પંચમહાવતેથી ઉત્પન્ન થનારા ક્ષમા આદિ સ્વરૂપવાળા દશલક્ષણ ક્ષમા આદિ ધર્મને અવર્ણ વાદ કરવાથી, તપ અને સંયમની આરાધના કરીને દેવગતિ પ્રાપ્ત કરનારા તથા પરિપકવ તપ અને બ્રહ્મચર્યથી જેઓને દેવાયુની પ્રાપ્તિ થઈ છે એવા ભવનપતિ, વનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવને અવર્ણવાદ કરવાથી મિથ્યાત્વ રૂપ દર્શન મેહનીય પાપકર્મ બંધાય છે. આ પિકી તીર્થંકરનો અવર્ણવાદ આ રીતે થાય છે—અહંન્ત નથી–હોતાં નથી તેઓ જાણવા છતાં કેવાં ભોગ ભોગવે છે ! સમવસરણ આદિ રૂપ પ્રાભૂતિને આશ્રય લે છે ! વગેરે આચાર્યો અને ઉપાધ્યાયો વગેરેને અવર્ણવાદ જેમકે આ બાળક છે ! વગેરે કહેવું એક જ ગુરૂના શિષ્ય જેઓ સાધુ હોય છે તેમને સમૂહ કુળ કહેવાય છે અને અનેક ગુરૂઓના શિષ્યને સમૂહ ગણ કહેવાય છે તેમને અવર્ણવાદ કરવાથી પણ મિથ્યાત્વ–મેહનીય બંધાય છે. શ્રમણ આદિના સંઘને અવર્ણવાદ જેમકે-- આ સાધુઓમાં તે માત્ર બાહ્ય શૌચનો જ આચાર છે, પૂર્વજન્મમાં તેઓ પાપ ઉપાર્જન કરીને આવ્યા છે, તેને લીધે જ વાળને લંચ, આતાપના શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy