________________
ગુજરાતી અનુવાદ અ. ૪ ભવનપત્યાદિ દેના આયુ પ્રભાવવિગેરેનું નિરૂપણ સૂ. ૨૮ ર૯૭
ઈશાન કલ્પના દેવ પણ એટલું જ જાણે-જુવે છે. સનકુમાર નીચે બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નીચલા ચરમાન્ત સુધી જાણે છે. મહેન્દ્ર દેવ પણ એટલું જ જાણે-જુવે છે, બ્રહ્મલેક અને લાન્તક કલ્પના દેવ ત્રીજી પૃથ્વીના ચરમાન્ત સુધી જાણે-જુવે છે. મહાશુક અને સહસાર ક૫ના દેવ ચોથી પંકપ્રભા પૃથ્વીના નીચલા ચરમાન્ડ સુધી જાણેજુવે છે. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવ નીચે પાંચમી ધૂમપ્રભાના નીચલા ચરમાન્તક સુધી, અધસ્તન અને મધ્યમ ગ્રેવેયકોના દેવ નીચે છઠ્ઠી તમા નામની પૃથ્વીના નીચલા ચરમાન્ડ સુધી જાણેજુવે છે.
પ્રત–ઉપસ્તિન દૈવેયકના દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે?
ઉત્તર–ગૌતમ ! જઘન્ય આંગળીના અસંખ્યાતમાં ભાગને, ઉત્કૃષ્ટ નીચે સાતમી પૃથ્વીના નીચલા ચરમાન્ડ સુધી, તિછ અસંખ્યાત દ્વીપ-સમુદ્રો સુધી, ઉપર પિતા પોતાના વિમાનોની ધજા-પતાકા સુધી અવધિજ્ઞાનથી-જાણે-જુવે છે?
પ્રશ્ન–ભગવદ્ ! અનુત્તરપપાતિક દેવ કેટલા ક્ષેત્રને અવધિજ્ઞાનથી જાણે-જુએ છે? ઉત્તર–ગૌત્તમ ! સંભિન્ન (ડાં એાછા) લેકને જાણે-જુવે છે. ૨૮ શ્રી જૈનશાસ્ત્રાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ
વિરચિત તસ્વાર્થ–સૂત્રની દીપિકા--અનેનિર્યુક્તિ નામક
વ્યાખ્યાને ચે અધ્યાય સમાપ્ત છે ૪ |
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧