________________
ગુજરાતી અનુવાદ કલ્પતત હૈ. દેના ભેદનું નિરૂપણ સૂ. ૨૧ ૨૫૧
જે દેવ બાર કલ્પથી અતીત–બહાર છે તે કપાતીત કહેવાય છે. અથવા જે દેશમાં ઈન્દ્ર, સામાનિક આદિની કલ્પના થતી નથી–જેમાં સ્વામી-સેવક ભાવ હોતું નથી, જેઓ સઘળાં અહમિન્દ્ર છે, તે દેને કલ્પાતીત કહે છે. આ દેવ બાર દેવકથી ઉપર રહે છે. વિમાનમાં ઉત્પન્ન થવાના કારણે તેમની વૈમાનિક સંજ્ઞા છે. તેઓ ચૌદ પ્રકારના છે–નવગ્રેવેયક વિમાનમાં ઉત્પન્ન થનારા અને પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા ૨૧
તત્વાર્થનિયુકિત-આની પહેલા સૌધર્મ, ઇશાન આદિ બાર પ્રકારના કલ્પપપન્ન વૈમાનિક દેવની પ્રરૂપણ કરવામાં આવી હવે ચૌદ પ્રકારના ક૯યાતીત વૈમાનિકેની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ--
કલ્પાતીત વૈમાનિક દેવ ચૌદ પ્રકારના છે-નવરૈવેયક અને પાંચ અનુત્તરૌપપાતિક
સૌધર્મ આદિ પૂર્વોક્ત બાર કપથી જે અતીત હાય અર્થાત્ તેનાથી પણ ઉપરના ક્ષેત્રમાં જે હોય તે કલ્પાતીત કહેવાય છે અથવા જે ઈન્દ્ર સામાનિકના ભેદ કલ્પનાથી અતીત હોય-ખધા સરખી શ્રેણીના હોય, તે કલ્પાતીત કહેવાય છે-કલ્પાતીત દેશના પૂર્વોક્ત ચૌદ ભેદ છે
રૈવેયક વિમાન નવ છે. પ્રરૂપણાની અનુકૂળતાની દષ્ટિએ તેમનું ત્રણ ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે–ત્રણ અધસ્તન અર્થાત્ નીચેના, ત્રણ મધ્યમ અર્થાત વચ્ચેના અને ત્રણ ઉપરિતન અર્થાત્ ઉપરના જે વિમાન સત્કષ્ટ છે, જેમનાથી ઉત્તમ કઈ વિમાન નથી તે અતુ ત્તર વિમાન કહેવાય છે. તે પાંચ છે-વિજય વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સાર્થસિદ્ધ
નવ રૈવેયકવાસી અને પાંચ અનુત્તર વિમાનવાસી, આ બંને મળીને કલ્પાતીત દેવ ચૌદ પ્રકારના છે.
આ લેક પુરુષાકાર છે. લેક-પુરુષની ડેકના સ્થાને જે વિમાને આવેલા છે તે રૈવેયક કહેવાય છે તે વિમાનમાં રહેનારા દેવે પણ રૈવેયક કહેવાય છે.
પાંચ અનુત્તર વિમાન બધા વિમાનોની ઉપર અવસ્થિત છે આથી તેમને અનુત્તર કહેવામાં આવ્યા છે. જેનાથી બીજું કશું જ તેમજ શ્રેષ્ઠ નથી તે અનુત્તર કહેવાય છે. વિજય વૈજ્યન્ત આદિ દેવેના નામ છે અને દેશના નામથી વિમાનના પણ એ જ નામ છે.
જેઓએ સ્વર્ગ સંબંધી અભ્યદયની પ્રાપ્તિમાં વિઘ નાખનારા બધાં કારણોને વિજિત કરી લીધા છે અર્થાત તેમના પર વિજય પ્રાપ્ત કરી લીધું છે તે ત્રણ દે વિજય, વૈજયન્ત અને જયન્ત કહેવાય છે તે દેવે અભ્યદયનો નાશ કરનારા કારણોને દૂર કરીને અમન્દ (તીવ્ર) આનંદ રૂપ સ્વર્ગસુખના સમૂહને આત્મસાત કરીને ભગવે છે. આવી જ રીતે સ્વગીચ સુખમાં અડચણ ઉભી કરનારા કારણોથી જેઓ પરાજિત ન થયા હોય તેઓ અપરાજિત કહેવાય છે. જે દેવ અભ્યદય સંબંધી સમસ્ત અર્થોમાં સિદ્ધ (સફળ) હોય તેઓ સર્વાર્થસિદ્ધ દેવ સ્વર્ગના સુખની ચરમ સીમા સુધી પહોંચી ચૂક્યા છે. આથી સર્વ પ્રજામાં તેમની શક્તિ અવ્યાહત હોય છે.
અથવા જે દેવ સર્વ અર્થો અર્થ પ્રયજનોથી સિદ્ધ છે તેઓ સર્વાર્થસિદ્ધ કહેવાય છે. સમસ્ત અતિશયશાળી અને અત્યન્ત રમણીય શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિથી જે સિદ્ધ અર્થાત્ પ્રખ્યાત છે તેને સર્વાર્થસિદ્ધ સમજવા જોઈએ.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧