________________
ગુજરાતી અનુવાદ સંવેગ અને નિર્વેદ માટે કર્તવ્યનું કથન સૂ. ૧૫ ર૩૭
હકીક્તમાં તે જગત્ શબ્દ જીવ અને અજીવ દ્રવ્યને અભિપ્રેત થાય છે તે પુદ્ગલ આદિ દ્રવ્યોના સ્વભાવ અનાદિ-સાદિ યુક્ત હોય છે. પ્રાદુર્ભાવ (પ્રગટ) થવું અને તિભાવ (સંતાઈ જવું) થવા છતાં દ્રવ્ય રૂપથી સ્થિતિ રહેવી, અન્યને અનુગ્રહ કરે અને પર્યાયથી વિનષ્ટ થવું, આ બધાં દ્રવ્યના સ્વભાવ છે.
અસંખ્યાતપ્રદેશત્વ, જ્ઞાનવત્ત્વ આદિ જીવના અનાદિ પરિણામ છે, તેમાં કઈ-કઈ પરિણામ, જેમ કે દેવત્વ, મનુષ્યત્વ આદિ, સાદિ પણ હોય છે.
આ જ પ્રકારે પુદ્ગલદ્રવ્યનું મૂલ્તત્વ રૂપ, રસ, ગંધ અને સ્પર્શવત્વ પરિણામ અનાદિ, છે, ઘટ-પટ આદિ પર્યાય રૂપ પરિણામ સાદિ છે ધર્મ અને અધર્મ દ્રવ્યના કાકાશવ્યાપકત્વ આદિ પરિણામ અનાદિ છે. આ દ્રવ્ય છે અને પુદ્ગલેની ગતિ અને સ્થિતિના નિયામક છે, આથી ગતિશીલ અને સ્થિતિશીલ જીવ-પુદ્ગલેના પરિણમનથી ઉત્પન્ન થનારા ધર્મદ્રવ્ય અને અધમ દ્રવ્યનું તે પરિણામ સાદિ છે.
એ જ રીતે કાકાશનું અમૂર્તત્વ અને અસંખ્યાતપ્રદેશવત્વપરિણામ અનાદિ છે, પરંતુ અવગ્રાહક દ્રવ્યોના નિમિત્તથી ઉત્પન્ન થનારા અવગાહ પરિણામ સાદિ છે.
દ્રવ્યમાં પૂર્વ પર્યાનો વિનાશ અને ઉત્તર પર્યાયના ઉત્પાદ રૂપ સાદિ પરિણામ કે એ જ પ્રાદુર્ભાવ અને તિભાવ છે અર્થાત્ નવીન પર્યાયની ઉત્પત્તિને પ્રાદુર્ભાવ કહે છે અને પૂર્વ પર્યાયના વિનાશને તિભાવ કહે છે. આ પ્રમાણે બધાં દ્રવ્યમાં નિરંતર થતું રહે છે. વસ્તુ સંતાન (દ્રવ્ય) રૂપથી અવસ્થિત રહે છે તે પણ તેમનામાં સ્વાભાવિક અને કારણુજન્ય વિનાશ થતો રહે છે.
સ્થિતિ અથવા ધ્રૌવ્ય બધાં દ્રવ્યનું અનાદિ પરિણામ છે. આવી જ રીતે એ દ્રવ્યમાં પરસ્પર અનેકતા રૂપ જે પરિણામ છે તે પણ અનાદિ છે અર્થાત્ અનાદિ કાળથી પ્રત્યેક દ્રવ્યને એવું સ્વરૂપ છે કે તે અન્ય કેઈ દ્રવ્યના રૂપમાં પરિણત થતું નથી. પરસ્પરમાં ઉપકાર કરે, આ જ જીવ દ્રવ્યનું પરિણામ છે, તે પણ અનાદિ કાલીન છે. જીવનું સાદિ પરિણામ તે પર્યાના રૂપમાં સ્પષ્ટ જ છે.
આ પ્રકારે વારંવારનિરર-જગતના સ્વભાવને ચિંતન કરવામાં આવે છે તેથી સંવેગની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય એ છે કે અજ્ઞાન અને હિંસા આદિ કૃત્યના અનન્ત સંસાર રૂપ ફળદેષ જોવામાં આવતા હોવાથી તેમના ત્યાગને માટે રાત-દિવસ સંવેગની જ ભાવના થાય છે. સંવેગવાન વ્યક્તિ જ્યારે એવો અનુભવ કરે છે કે અચેતન પદાર્થોની પણ નિત્ય-અનિત્ય, મૂર્તઅમૂd, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ સંસ્થાન આદિ પરિણામની શુભ-અશુભ પરિણતિ થાય છે. - રાગ-દ્વેષથી વિમુખ થઈને અન્યાયપૂર્ણ ચેષ્ટાઓ ભયયુક્ત છે અને ન્યાયસન્મુખ ચેષ્ટાઓ અભય રૂપ છે, એ જાતની ભાવનાવાળો સંવેગવાન હોય છે –
કાયના સ્વભાવને વિચાર આ રીતે કરવો જોઈએ--આ શરીર અનિત્ય છે. જન્મકાળથી લઈને જ વિનાશશીલ છે. આમાં કદી બાદ્ભાવસ્થા, કયારેક કુમારાવસ્થા, કયારેક યુવાવસ્થા, કદી પ્રૌઢાવસ્થા અને કઈવાર વૃદ્ધાવસ્થા ઉદ્ભવે છે પૂર્વ-પૂર્વ અવસ્થાને વિનાશ કરીને ઉત્તર-ઉત્તર
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧