SearchBrowseAboutContactDonate
Page Preview
Page 910
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ તત્વાર્થસૂત્રને ચોથા પ્રફનેત્તરને આશય–સૂમ પરિણમન, વાળા કાર્મવર્ગણના પુદ્ગલેને જ બન્ધ થાય છે, બાદર પરિણમનવાળા પુડ્ડગલેને બન્ધ થતું નથી. સૂમ શબ્દનો અર્થ અપેક્ષિત હેવાથી અનેક પ્રકારને થાય છે પરમાણુથી લઈને અનન્તપ્રદેશી વર્ગણામાં પણ સૂકમ શબ્દને પ્રયોગ કરી શકાય છે ને અનન્તપ્રદેશ–વર્ગણુઓમાં કઈ-કઈ કર્મ રૂપમાં ગ્રહણ કરવા ગ્ય હોય છે, કે ગ્રહણ કરવા યોગ્ય નથી હોતી. આથી “સૂક્ષ્મ શબ્દને ગ્રહણ કરવા પાછળનો આશય એ છે કે કમશઃ ઔદારિક ક્રિય, આહારક, તેજસુ, ભાષા શ્વાસોચ્છવાસ અને મનેવગણને ઉલંઘીને કામણગણાને ગ્ય સૂમ પરિણમનવાળા પુદ્ગલેને જ બન્ધ થાય છે ઉક્ત ક્રમથી કઈ-કઈ પુદ્ગલ સૂક્ષમ પરિગુમનવાળા હોય છે. પાંચમા પ્રશ્નોત્તરનો આશય–એક ક્ષેત્રમાં અવગાઢ પુદ્ગલેને જ બન્ધ થાય છે, અન્ય ક્ષેત્રમાં અવગાઢ પગલે બન્ધ થતો નથી. જે પુદ્ગલ જીવ પ્રદેશની સાથે અભિન્ન ક્ષેત્રમાં રહેલા હોય છે, તેઓ જ બંધાયેલા હોય છે. ભિન્ન ક્ષેત્રમાં રહેલાં કર્મ પુદ્ગલ ભિન્નક્ષેત્રમાં સ્થિત જીવ–પ્રદેશની સાથે બંધાતાં નથી, છઠા પ્રશ્નોત્તરનો આશય–કાશ્મણવગણના જે પુદ્ગલે સ્થિત હોય છે–અર્થાત્ ગમન કરતા નથી તેમને જ બન્ધ થાય છે. જે પુદ્ગલે ગમન કરતા હોય છે તેમનો આત્માની સાથે બંધ થતું નથી કારણ કે તેઓ વેગવાનું હોય છે. સાતમા પ્રશ્નોત્તરને આશય–એક આત્માના અસંખ્યાત પ્રદેશ હોય છે તે બધા પ્રદેશોમાં જ્ઞાનાવરણ વગેરેના એગ્ય કર્મવર્ગણાના પુદ્ગલ આત્માના પ્રત્યેક પ્રદેશની સાથે બંધાયેલા હોય છે એવી જ રીતે આત્માના એક-એક પ્રદેશ અનન્ત-અનન્ત જ્ઞાનાવરણ આદિ કમેને યેગ્ય પુદગલોથી બંધાયેલ છે એજ હકીકત દશનાવરણ વગેરે કર્મોના વિષયમાં પણ સમજવી જોઈએ. અંતિમ આઠમાં પ્રનત્તરનો અભિપ્રાયકર્મને અનુરૂપ અનન્તાનન્તપ્રદેશી પુદ્ગલેને બંધ થાય છે સંખ્યાતપ્રદેશી, અસંખ્યાત પ્રદેશી અથવા અનન્તપ્રદેશી પુદ્ગલ સ્કોમાં આત્માની સાથે બન્ધ થવાની ગ્યતા જ નથી આથી તેમનું બન્ધ થવું પણ શક્ય નથી. અનન્તપ્રદેશે વાળા પુદગલસ્કંધમાં ફરી અનન્ત પ્રદેશ વળી ભેળવી દેવામાં આવે તે તે સ્કન્ધ અનન્તાનન્ત પ્રદેશી કહેવાય છે. આવા અનન્તાનન્ત પ્રદેશી કર્મપુદ્ગલેના અંધ. એક-એક આત્મપ્રદેશમાં બંધાયેલા હોય છે. અયોગ્ય પુદ્ગલેને બંધ થતું નથી. આ થયું પ્રદેશબંધનું નિરૂપણ. જે પુદ્ગલમાં ઘણા બધાં પ્રદેશ અને દેશ હોય છે તે સ્કંધ કહેવાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૩ની ગાથા ૧૭–૧૮માં કહ્યું છે— બધાં કર્મોના પ્રદેશના પરિમાણ અનન્ત હોય છે. બધાં જીવ છએ દિશાઓ તરફથી આવતાં કર્મ પુદ્ગલેને ધારણ કરે છે અને સમસ્ત આત્મપ્રદેશથી ધારણ કરે છે. આવી રીતે જીવની સાથે કર્મ પુદ્ગલેને “સર્વથી સને’ બંધ થાય છે. ૧-૨ . શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy