________________
ગુજરાતી અનુવાદ અ. ૩ જ્ઞાનાવરણ વિ. કમ પ્રકૃતિના અનુભાવ બંધનું નિરૂપણ સૂ. ૯ ૨૦૩
જેમ મન્દ અનુભાવવાળું ચૂર્ણ હલદર વડે જલદ કરી દેવામાં આવે છે અને જલદ ચૂર્ણ વાયુ અને તાપ દ્વારા મન્દ બનાવી દેવાય છે.
મિથ્યાત્વ પ્રકૃતિને અનુભાવ તીવ્ર હોય છે, સમ્યક્ત્વ-પ્રકૃતિને અનુભાવ મન્દ હોય છે અને મિશ્ર પ્રકૃતિને અનુભાવ મિશ્ર–મધ્યમ હોય છે
આ રીતે દર્શન મેહનીય, ચરિત્રમેહનીય અને આયુષ્યકમની ઉત્તર પ્રવૃતિઓનું સંક્રમણ થતું નથી એનું કારણ એ છે કે એમના બન્ધના કારણે આગમમાં ભિન્ન-ભિન્ન બતાવવામાં આવ્યા છે અને ભિન્ન કારણેથી બાંધેલા હોવાથી એ પ્રકૃતિઓ ભિન્ન જાતિની છે એમનું ફળ પણ ભિન્ન છે. એટલું ચોક્કસ છે કે અપવર્તન બધી પ્રવૃતિઓનું થઈ શકે છે, ભલે પછી તે મૂળ પ્રકૃતિ હોય અથવા ઉત્તર પ્રકૃતિ. દીર્ઘકાલીન સ્થિતિનું અલ્પકાલીન થઈ જવું તે અપવર્તન કહેવાય છે. પરિણામની વિશેષતા અનુસાર બધી પ્રવૃતિઓનું અપવર્તન થઈ શકે છે.
આ જે અનુભાવ-વિપાક છે, તે નામ અનુસાર થાય છે જે કર્મનું જે નામ છે તેને જ અનુરૂપ તેનું ફળ પણ હોય છે. જ્ઞાનાવરણ વગેરે બધાં કર્મોના વિષયમાં આ પ્રમાણે જ સમજવાનું છે. જેમ કે જે કર્મ જ્ઞાનને આવત--આચ્છાદિત કરે છે તે જ્ઞાનાવરણ કહેવાય છે. જ્ઞાનાવરણ કર્મ જે ફળ પ્રદાન કરે છે તેને પર્યવસાન જ્ઞાનના અભાવમાં થાય છે અર્થાત જ્ઞાનાવરણ કર્મ પોતાના નામ મુજબ જ્ઞાનને નિરોધ કરે છે.
એવી જ રીતે દશનાવરણ કર્મનું ફળ દર્શન અર્થાત સામાન્ય બોધને આવૃત્ત કરવાનું છે. દર્શન અર્થાતુ સામાન્ય ઉપયોગ, તેને જે આવૃત્ત કરે છે તે દર્શનાવરણ. આમ નામને અનુરૂપ જ તેનું ફળ હોય છે.
સાતવેદનીયનું ફળ સુખનું વેદન કરાવે છે અસાતવેદનીય અસાતા અર્થાત દુઃખનું વેદન–અનુભવ કરાવે છે. દર્શન મેહનીય કર્મ જ્યારે ફળ આપે છે તે દર્શન અર્થાત્ તત્ત્વાર્થ શ્રદ્ધાનને હિતકલુષિત અથવા નષ્ટ કરે છે. ચારિત્રમેહનીય કર્મ ચારિત્રને ઉત્પન્ન થવા દેતું નથી.
એવી જ રીતે જે કર્મના વિપાકથી આયુષ્ય કહેતાં પ્રાણધારણ થાય છે તે આયુષ્ય કર્મ કહેવાય છે. આમ આયુષ્ય કર્મનું ફળ-વિપાક પ્રાણધારણ છે એવી જ રીતે ગતિ, જાતિ વગેરે પ્રશસ્ત અગર અપ્રશસ્ત ભાવેને જે કર્મ પ્રાપ્ત કરાવે છે તે નામકર્મ પણ ગતિનામ વગેરે કહેવાય છે. એનું ફળ પણ નામ અનુસાર જ સમજવું જોઈએ ગોત્ર કર્મનું ફળ પણ તેવા નામને અનુકુળ હોય છે. “હું” ધાતુ શબ્દના અર્થમાં છે. છન પ્રત્યય હોવાથી ‘ગોત્ર' શબ્દ સિદ્ધ થાય છે. બેત્ર બે પ્રકારના છે–ઉચ્ચગેત્ર અને નીચગોત્ર જે કર્મના ફળસ્વરૂપ જીવ ઉંચે કહેવાય છે. એ પૂજ્ય છે. ઉગ્રકુલ, ભેગકુલ અથવા ઈક્વાકુકુળને છે એ પ્રકારના શબ્દોથી સંબોધવામાં આવે છે તે ઉચ્ચગોત્ર. કર્મ પણ પિતાના નામ અનુસાર જ ફળ પ્રદાન કરે છે. જે કર્મના ઉદયથી આ દરિદ્ર છે, તરછોડાયેલે-તુચ્છ છે, ચાંડાળ છે ઈત્યાદિ હલકા શબ્દોથી શન્દ્રિત થાય છે તે નીચત્ર કહેવાય છે. આનું ફળ નીચ વંશ વગેરેની પ્રાપ્તિ છે.
જે કર્મના ઉદયથી દેય, દાન, દાતા વગેરેની વચ્ચે અન્તરાય-વિન્ન ઉપસ્થિત થાય છે તે અન્તરાય કર્મ કહેવાય છે. અન્તરાય કર્મ જ્યારે તેનું ફળ આપે છે ત્યારે તે દાન વગેરેમાં વિશ્વ નાખવાના રૂપમાં જ હોય છે એવી રીતે જ્ઞાનાવરણ આદિ સમસ્ત કર્મોનું ફળ જેમને
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧