________________
૧૮૦
તત્વાર્થસૂત્રને દર્શન અર્થાત્ સામાન્ય બોધ ચક્ષુદર્શન કહેવાય છે તે આત્માની જ એક વિશિષ્ટ પરિણતિ છે. ચક્ષુ દર્શનાવરણ ચક્ષુદર્શન લબ્ધિનું ઘાતક હોય છે.
ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિઓથી તથા મનથી થનાર સામાન્ય બોધ અચક્ષુદર્શન છે, તે પણ આત્માની જ પરિણતિ છે. તેની લબ્ધિને ઘાત કરવાવાળું અચક્ષુદર્શનાવરણ કહેવાય
અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રથમ જે સામાન્ય જ્ઞાન થાય છે તે અવધિદર્શન છે. આ પણ આત્માની પરિણતિ છે. એને ઘાત કરનાર કર્મ અવધિદર્શનાવરણ કહેવાય છે. કેવળદર્શન પણ સામાન્ય ઉપયોગ છે. આને ઢાંકવા વાળું. કર્મ કેવળદર્શનાવરણ કહેવાય છે. બીજી મૂળ કર્મપ્રવૃતિની આ નવ ઉત્તરપ્રકૃતિઓ છે છા
'वेयणिज्ज दुविई' सायासायमेयओ ॥सू. ८॥ સૂત્રાઈ–વેદનીય કર્મ બે પ્રકારના છે-સાતવેદનીય અને અસતાવેદનીય ૫૮
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં દ્વિતીય મૂળ કર્મપ્રકૃતિ દર્શનાવરણની નવ ઉત્તરપ્રકૃતિ એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ત્રીજી મૂળ પ્રકૃતિ વેદનીયના ભેદનું કથન કરીએ છીએવેદનીય નામક ત્રીજી મૂળ કર્મપ્રકૃતિના બે ભેદ છે-સાતવેદનીય અને અસતાવેદનીય. ૮
તત્ત્વાર્થનિર્યુકિત–આગલા સૂત્રમાં દશનાવરણકમની ઉત્તરપ્રકૃતિઓનું કથન કર્યું છે હવે વેદનીય કર્મની ઉત્તરપ્રકૃતિનું પ્રતિપાદન કરીએ છીએ વેદનીય કમની ઉત્તરપ્રકૃતિઓ બે છે. સાતવેદનીય અને અસતાવેદનીય. જેના ઉદયથી આત્માને મનુષ્ય અને દેવ વગેરે જન્મમાં ઔદારિક આદિ શરીર તથા મન દ્વારા આગન્તુક વિવિધ મનોરથ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ તથા ભવના સબન્ધથી અનેક પ્રકારના સુખનો અનુભવ થાય છે તે સાતવેદનીય કહેવાય છે. તેને સાતવેદનીય અથવા સહેદ્ય પણ કહે છે. આનાથી જે વિપરીત હોય તે અસતાવેદનીય અસદુદ્ય કહેવાય છે. તાત્પર્ય એ છે કે જે કર્મના ઉદયથી અનિષ્ટ સામગ્રી પ્રાપ્ત થવા પર અશાતા–દુઃખરૂપ અનુભૂતિ થાય તે અસદ્ય કર્મ છે -
નોના અવવિé હાજાતિવિ મેયો છે સૂ. ૯
સૂત્રાર્થ—દર્શનમેહનીય અને ચારિત્ર મેહનીય આદિના ભેદથી મેહનીય કર્મ અઠયાવીશ પ્રકારના છે લાગુ
તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં વેદનીય નામક મૂળ કર્મ પ્રકૃતિની બે ઉત્તરપ્રવૃતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે મેહનીય નામની ચેથી મૂળ કર્મ–પ્રકૃતિની અઠયાવીસ ઉત્તરપ્રકૃતિઓનું નિરૂપણ કરીએ છીએ-મોહનીસકમ બે પ્રકારના છે-દર્શનમેહનીય તથા ચારિત્રમેહનીય.
આમાંથી દર્શન મેહનીય કર્મ ત્રણ પ્રકારના છે-(૧) મિથ્યાત્વમેહનીય (૨) સમ્યક્ત્વમોહનીય અને (૩) સમ્યગ મિથ્યાત્વમેહનીય અર્થાત મિશ્રમેહનીય. ચારિત્રમેહનીય બે પ્રકારના છેકષાય મેડનીય અને નોકષાયમહનીય. આમાંથી કષાયમહનીયના સોળ ભેદ છે. ક્રોધ માન માયા અને લેભ આ ચારેય કષાય અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંર્વલનના ભેદથી ચાર ચાર પ્રકારના હેવાથી સોળ પ્રકારના થઈ જાય છે.
નેકષાયમેહનીયના નવ ભેદ છે. (૧) હાસ્ય (૨) રતિ (૩) અરતિ (૪) શેક (૫) ભય (૬) જુગુપ્સા (૭) પુરુષવેદ (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસકવેદ આવી રીતે દર્શનમોહનીયના ત્રણ ભેદની સાથે ચારિત્રમેહનીયના સોળ કષાયમેહનીય અને નેકષાયમહનીયના નવ એ પચીશભેદોને ઉમેરતા મેહનીય નામની મૂળ પ્રકૃતિની અઠયાવીશ ઉત્તરપ્રકૃતિઓ થઈ જાય છે. છેલ્લા
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧