SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ કાળના લક્ષણનું નિરૂપણ સૂ. ૧૮ ૧૨૧ વત્તતે એવા વ્યવહારના વિષય હાતી નથી. કારણ કે સૂર્યની ગતિમાં પણ તેને સદ્ભાવ છે આથી વત્તતે એ પ્રકારના વ્યવહારના વિષય અનનારા તમામ પદાર્થોની વત્તના આદિના નિર્વાહક કાળ કોઈ જુદા જ હાવા જોઈએ. જો કાળનું અસ્તિત્વ ન માનીએ તેા કાલાશ્રિત વૃત્તિ પણ ન મનાય. કાળ નિશ્ચીત હાવાથી જ કાલાશ્રિત વૃત્તિ કહી શકાય છે. આ રીતે સકળ પદાર્થોમાં થનારી વર્ત્તના કાળ વગર ઘટિત થઈ શકતી નથી આથી પદાર્થોનાં પરિણમનના કારણે કાળનું કાર્યાંથી અનુમાન થાય જ છે. કાળ દ્રવ્યના વાચક ઘણાં શબ્દો પણ લેાકમાં પ્રસિદ્ધ છે. તેઓ વસ્તુની ક્રિયામાત્રના વાચક હાઈ શકતા નથી. તે શબ્દો આ પ્રમાણે છે–યુગપ ્ (એક સાથે) અયુગપ (એક સાથે નહી) ક્ષિપ્ર (શીઘ્ર) ચિર (માડુ) વિરેન (મેાડેથી) આ પર છે. આ અપર છે, આ વશે, આ વશે નહી. આ વતી રહ્યુ છે આ અંદર વતે છે વગેરે બધા શબ્દો કાળની અપેક્ષા રાખે છે. આમ પુરુષ આ જ રીતે વ્યવહાર કરે છે. આવી જ રીતે વીતેલે કાળ આવનારો કાળ આજ, હૅવે, અત્યારે પરમ દિવસે ત્રીજા દિવસે સવાર પ્રાતઃ વગેરે વ્યવહાર કાળવાચક પ્રયાગ કાળના અભાવમાં થઇ શકતા નથી આથી કાળદ્રવ્યના અવશ્ય સ્વીકાર કરવા જોઇએ. પરિણામ પુદ્ગલ આદિ દ્રવ્યાના એક પર્યાય છે જે પેાતાની જાતિના ત્યાગ ન કરતા હલન-ચલનથી ભિન્ન પ્રયાગ દ્વારા ઉત્પન્ન થાય છે જેવી રીતે અંકુર અવસ્થાવાળા વનસ્પતિકાયના મૂળ ડાળી થડ પાંદડા, શાખા કુલ લના સદ્ભાવ રૂપ પિરણામ થાય છે. આ અંકુર હતું, હવે સ્કધવાન થઈ ગયુ. આ વર્ષોમાં આ ફુલશે ફાલશે. પુરુષ જીવદ્રવ્યના પરિણામ શૈશવ બાલ્ય પૌગડ, યૌવન, વૃદ્ધાવસ્થા આદિ છે. પરિણામ એ પ્રકારના છે-અનાદિ અને સાદિ. અમૃત્તધર્મ અધમ આકાશ, કાળ અને જીવમાં અનાદિ પરિણામ થાય છે જ્યારે મૂત્ત વાદળ, ઈન્દ્રધનુષ્ય આદિમાં તથા સ્તંભ કુભ વગેરેમાં સાદી પિરણામ છે. એવી જ રીતે (૧) હેમન્ત (૨) શિશિર (૩) વસન્ત (૪) ગ્રીષ્મ (૫) વર્ષાં અને (૬) શરદ્ નામની છ ઋતુએ પણ કાળના જ શક્તિભેદ રૂપ પરિણામ વિશેષ છે જેમનું વિભિન્ન કાર્યોની ઉત્પત્તિથી અનુમાન કરવામાં આવે છે. જેમ કે હેમન્ત ઋતુમાં કપાસ આદિના કુલ હિમવર્ષાથી બળી જાય છે, વટેમાર્ગુ એના હાથ સકાચાઈ જાય છે, તેમનાં દાંત કડકડે છે. શરીર થર-થર કાંપવા લાગે છે અને તે પતંગીયાની જેમ અગ્નિ તરફ ઉમટી પડે છે ઝાકળ બિન્દુના સ`પર્કથી અત્યન્ત શીતળ વાયુ વાને ક્લેશ ઉત્પન્ન કરે છે. શિશિર ઋતુમાં ચંદ્રના કિરણેા અત્યન્ત ધુમ્મસથી ઢંકાઈ જાય છે એારડીના વૃક્ષેાની શાખાઓ ફળાના ભારથી ઝુકી જાય છે અને ખાળક તેની હેઠળ હૅર કરે છે, હવા ખરફના કણાથી વિશદ્ કુન્દે તથા માલતી વગેરેના પુષ્પાથી સુવાસિત થાય છે. વસતમાં ચારે ખાજુ કુંજલતાઓના ફૂલ કૉંચિત વિકસિત થાય છે, કેસર તિલક કુરબક શિરીષ વગેરેના ફળની સુગ ંધથી યુકત તથા તરુણ જનાના મનને હરણ કરનાર પવન ધીમે ધીમે વાય છે. આંખાની મંજરીના રજ તથા પરાગથી ખરડાયેલા શરીરવાળા ભમરાં મનેહર ગુજન કરે છે. કાયલ પેાતાના કુહૂ-કુહૂં'ના કલરવથી આમ્રવનાને શેશભાયમાન કરે છે. મલયા ૧૬ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy