SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ ^^ ^ ગુજરાતી અનુવાદ અ. ૨ ના અવગાહનું નિરૂપણ સૂ. ૧૩ ૧૦૫ કેઈન ઘણું પ્રદેશમાં અવગાહ થાય આ વિષયમાં કોઈ હેતુ નથી, સમાન પરિમાણવાળા પટ આદિને અવગાહમાં કઈ પ્રકારની વિષમતા જોવામાં આવતી નથી કારણ કે જીવના પ્રદેશમાં સંકુચિત અને વિસ્તૃત થવાને સ્વભાવ છે જેમ વસ્ત્રમાં સંકેચ-વિસ્તાર જોવામાં આવે છે, પ્રદીપના પ્રકાશમાં તથા ચામડામાં પણ સંકોચવિસ્તાર થાય છે તેવી જ રીતે જીવના પ્રદેશોમાં પણ સંકેચ વિસ્તારને સ્વભાવ વિદ્યમાન છે. જીવ પોતાના સ્વભાવથી અમૂત્ત છે પરંતુ મૂત્ત કર્મોની સાથે બંધાયેલ હોવાના કારણે મૂર્ત થઈ ગયો છે. કાર્પણ શરીર ને લીધે તે મોટુ અગર નાનું શરીર ધારણ કરી શકે છે તેના જ કારણે તેના પ્રદેશમાં સંકેચ-વિસ્તાર થાય છે આ કારણથી લોકના અસંખ્યાતમાં ભાગ વગેરેમાં, કાકાશના પ્રદેશની બરાબર પ્રદેશ હોવા છતાં પણ એક જીવને અવગાહ સંભવિત થાય છે. શકા–જે જીવ પ્રદીપની સમાન સંકેચ-વિસ્તાર સ્વભાવવાળે છે તે પ્રદીપની જેમ અનિત્ય પણ હોવો જોઈએ. સમાધાન–અનેકાન્તવાદી જૈનોના મતમાં કેઇ પણ વસ્તુ ન તે એકાન્ત નિત્ય છે અથવા ન તે–એકાન્ત અનિત્ય જ છે. પ્રત્યેક વસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક છે આથી દ્રવ્યરૂપથી નિત્ય અને પર્યાયરૂપથી અનિત્ય હોવાના કારણે બધામાં નિત્યતા તથા અનિત્યતા છે. આત્મા પણ દ્રવ્યાથિકનયની અપેક્ષાથી નિત્ય છે કારણ કે તેનું આત્મત્વ શાશ્વત છે તે પિતાના ચૌતન્ય સ્વભાવને કદાપી પરિત્યાગ કરતું નથી પરંતુ પોતાના જ્ઞાનપર્યાયે અને શરીરપર્યાની અપેક્ષા અનિત્ય છે. આ કથનથી આ આરોપનું નિરાકરણ પણ થઈ જાય છે કે ભલે વર્ષો હોય, તડકે હોય આકાશનું શું બગડે છે ? વર્ષા અને તડકાની અસર તે ચામડી ઉપર જ થાય છે. જે આત્મા ચામડા જેવો છે તે અનિત્ય થઈ જશે અને જે આકાશની માફક નિત્ય છે તે સુખ દુઃખને ભેગ કરી શકે નહીં. સ્વાવાદવાદી ન તે આકાશને એકાંત નિત્ય સ્વીકાર કરે છે અથવા ન તે ચામડાને એકાન્ત અનિત્ય કારણ કે પ્રત્યેક વસ્તુ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. આત્માને એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્ય માનવાથી કર્મફળને સંયોગ પણ ઘટિત થઈ શકતું નથી. આ રીતે જેમ તેલ, વાટ અગ્નિ આદિ સામગ્રીથી વૃદ્ધિને પામીને બળતે દી વિશાળ કુટગારશાળાને પ્રકાશિત કરે છે અને શરાવ ઢાકણું ઉલંચન તથા માણિકા આદિથી આવૃત્ત થઈને તેમને જ પ્રકાશિત કરે છે. આવી જ રીતે દ્રોણથી ઢંકાઈને દ્રોણને જ આઢકથી ઢંકાઈને, આહકને પ્રસ્તથી ઢંકઈને પ્રસ્ત (શેર)ને હાથથી ઢકાઈને હાથને જ પ્રકાશિત કરે છે એવી રીતે જીવ પણ પિતાન પ્રદેશને સંકોચ અને વિસ્તારથી મોટા અને નાના પાંચ પ્રકારના શરીરસ્કંધના તથા ધર્મ અધર્મ અને પુલ અને જીવના પ્રદેશોના સમૂહને વ્યાપ્ત કરે છે યોનિ તેમને અવગાહન કરીને રહે છે. આ રીતે લેકાકાશમાં ધમ આકાશ અને પુદ્ગલ અવશ્ય હોય છે. જીવપ્રદેશ વિભાજનથી થાય છે. જ્યાં એક જીવને અવગાહ થાય છે ત્યાં બીજા જીવના અવગાહને કઈ વિરેાધ નથી, ૧૪. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy