________________
તત્વાર્થસૂત્રને તત્વાર્થદીપિકા–જીવ અને અજીવને આધાર ક્ષેત્ર કાકાશ કહેવાય છે. કાકાશથી આગળ બધી તરફ જે શૂન્ય આકાશ છે તે અલકાકાશ કહેવાય છે. અહીં સપૂર્ણ આકાશ અભિપ્રેત છે અર્થાત્ સપૂર્ણ આકાશના અને જીવનાં અર્થાત્ જ્ઞાન, દર્શન રૂપ ઉપગવાળા સકળ નારકી, દેવતા, તિર્યંચે અને મનુષ્યના અનન્ત જેમનો અંત નથી, પ્રદેશ હોય છે અર્થાત તેમના ન તે સંખ્યાત પ્રદેશ હોય છે અથવા ન અસંખ્યાતા જ હોય છે.
જે લેક અને અલેકમાં સંપૂર્ણ રીતે પ્રકાશમાન હોય છે તે આકાશ કહેવાય છે. ૭
તત્વાર્થનિયુકિત–પૂર્વસૂત્રમાં ધર્મ, અધર્મ, કાકાશ અને એક જીવના અસંખ્યાત પ્રદેશ કહ્યાં છે. હવે સમસ્ત આકાશના અને સમસ્ત જીનાં અનન્ત પ્રદેશની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ-અલેક શબ્દ અહીં ઉપલક્ષણ છે આથી તેને અર્થ છે સમસ્ત આકાશ જેમાં લેક અને અકબંનેને સમાવેશ થઈ જાય છે. આ રીતે સંપૂર્ણ આકાશના તથા નારકી આદિ સમસ્ત જીવસમૂહના અનન્ત પ્રદેશ હોય છે.
શંકા-અવગાહ આપવું આકાશને ઉપકાર છે; આને ફલિતાર્થ એ છે કે અવગાહ આપવાના કારણે જ તે આકાશ કહેવાય છે, આ આકાશનું લક્ષણ કાકાશમાં જ મળી આવે છે, અલકાકાશમાં નહીં કારણ કે અલકાકાશમાં કઈ જીવ અગર પુદ્ગલાદિ અવગાઢ નથી આથી ત્યાં અવગાહ થવું અશકય છે.
સમાધાન–જેવી રીતે ધર્મ આદિ સંજ્ઞામાત્ર છે તેવી જ રીતે “આકાશ” પણ એક દ્રવ્યની અનાદિકાળથી ચાલી આવેલી સંજ્ઞા માત્ર જ છે.
અથવા–લકાકાશમાં પણ અવગાહ આપવાની શક્તિ તે વિદ્યમાન જ છે પરંતુ ત્યાં જીવ પદુગલ આદિ કઈ અવગાહક નહીં હોવાથી તે શક્તિ પ્રગટ થતી નથી. જે ત્યાં કઈ અવગાહક હોત તો તે પણ અવગાહ પરિણામથી થાત અર્થાત જગ્યા આપત પરંતુ ત્યાં કોઈ અવગાહક છે જ નહીં. આ રીતે અલોકાકાશ પણ અવકાશ આપવાની શક્તિવાળું હોવાથી તે આકાશ જ કહેવાય છે.
અથવા–અલકાકાશની જેમ હોવાથી ઉપચારથી આકાશ કહેવાય છે કારણ કે ત્યાં પિલાણ દેખાય છે.
ભાવાર્થ એ છે કે કાકાશ અને અલકાકાશ કોઈ બે જુદાં જુદાં દ્રવ્ય નથી. આકાશ એક અખંડ દ્રવ્ય છે જે સર્વવ્યાપી છે પરંતુ તેના જે ભાગમાં ધર્માદિ દ્રવ્ય અર્થાતુપંચાસ્તિકાય અવસ્થિત છે, તે ભાગ લેક, અને, જે ભાગમાં ધર્માદિ દ્રવ્ય નથી તે અલકાકાશ કહેવાય છે. આ રીતે આકાશના જે બે ભેદ કરવામાં આવ્યા છે તે પરનિમિત્તક છે, સ્વનિમિત્તક નથી. આકાશ પોતાના સ્વરૂપથી એક અને અખંડ છે.
શકા-નિત્ય હોવાના કારણે આકાશમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય કેવી રીતે ઘટીત થઈ શકે છે ? આ લક્ષણ ન હોવાથી તે વસ્તુ પણ થઈ શકે નહીં. કારણકે જેમાં ઉત્પાદ વગેરે હોય તેને જ વસ્તુ કહી શકાય છે.
સમાધાન–આકાશમાં સ્વાભાવિક પરિણમન થાય છે આથી તેમાં પણ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય ઘટીત થાય છે. જી અને પુગમાં પ્રગ-પરિણામથી પણ ઉત્પાદ આદિ થાય છે. પ્રજ્ઞાપનાના ત્રીજા પદનાં ૪૧માં સૂત્રમાં કહ્યું છે
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧