SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ પુગલના રૂપિપણાનું નિરૂપણ સૂ. ૪ તત્વાર્થદીપિકા–પુદ્ગલ વર્ણ, ગંધ રસ અને સ્પર્શથી યુક્ત હોવાના કારણે, આંખ દ્વારા ગ્રાહ્ય હોવાના કારણે અને મૂત્ત હેવાથી રૂપી છે-તેઓ અરૂપી નથી. પુગલ જે અરૂપી હત તે નેત્ર દ્વારા તેમને જેવું શકય ન હોત સ્થાનાંગસૂત્રના પાંચમાં સ્થાન ત્રીજા ઉદ્દેશકના પ્રથમ સૂત્રમાં કહ્યું છે–પુણલાસ્તિકાય રૂપીકાય છે, ભગવતી સૂત્રના સાતમાં શતકનાં દશમાં ઉદ્દેશકમાં પણ કહ્યું છે-પુદ્ગલાસ્તિકાય રૂપીકાય છે તે જ ! તત્વાર્થનિયુકિત–પૂર્વસૂત્રમાં સામાન્ય રૂપથી દ્રવ્યને અરૂપી કહેવામાં આવ્યા હતા પરંતુ વિશેષરૂપથી પુદ્ગલાસ્તિકાયની અરૂપતાને નિષેધ કરીને તેમને રૂપી પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ પુદ્ગલ રૂપી છે અરૂપી નહીં. નિત્યતા અને અવસ્થિતતા તે પુગલેમાં જ હોય છે કારણ કે તે પોતાના પુદ્ગલ સ્વભાવને કયારેય પણ ત્યાગ કરતાં નથી. સર્વદા રૂપાદિમાન જ રહેવાના કારણે તે અવસ્થિત પણ છે. માત્ર અરૂપીપણું તેમનામાં હોતું નથી. શંકા–પુલદ્રવ્ય ઉત્પન્ન અને વિનાશ પામતા હોવાથી તેમને અનિત્ય માનવું જ ગ્ય લેખાશે તેમનામાં અનિત્યતાથી વિરૂદ્ધ નિત્યતા હોઈ શકતી નથી. સમાધાન—નિત્યતા બે પ્રકારની કહેવામાં આવી છે (૧) અનાદિ અનન્તતા અર્થાત્ આદિ પણ ન હોય અને અન્ત પણ ન હોય (૨) સાવધિનિત્યતા-અવધિયુકત નિત્યતા. પ્રથમ પ્રકારની નિત્યતા લેકની જ છે. તેને આદિ પણ નથી કે નથી અન્ત. તેના પ્રવાહને કદી પણ વિચ્છેદ થતું નથી તે પોતાના સ્વભાવનો કયારેય પણ ત્યાગ કરતો નથી વિવિધ પ્રકારના પરિણમન ને ઉત્પન્ન કરવાની શકિતથી યુક્ત છે–આ જ અનાદિ-અનન્ત નિત્યતા છે. બીજા પ્રકારની નિત્યતા શ્રુતપદેશની છે મૃતનો ઉપદેશ ઉત્પત્તિમાન અને પ્રલયવાન છે તે પણ તે અવસ્થિત રહે છે. પર્વત, સમુદ્ર વલય વગેરેનું અવસ્થાન પણ સાવધિ નિત્યતામાં પરિણમિત છે. એવી જ રીતે અનિત્યત્વ પણ બે પ્રકારના છે (૧) પરિણામાનિત્યત્વ (૨) ઉપરમાનિત્યત્વ માટીને પિન્ડો સ્વભાવથી અને પ્રયત્નથી પિતાની પૂર્વ અવસ્થાને ત્યજી દઈ નવીન અવસ્થાને પ્રત્યેક સમયે પ્રાપ્ત થતા રહે છે. આ પ્રકારની અનિત્યતાને પરિણામ નિત્યતા કહે છે. ઉપરમાનિત્યત્વ ભવચ્છેિદ-સંસારનો અંત આવવો તેમ છે. ચારે ગતિઓમાં પરિભ્રમણનો અંત થયા પર પર્યન્તવત્તી જે અવસ્થાન છે તે ઉપરમાનિત્યત્વ છે અત્યન્તાભાવવત્તી નથી. આમાંથી પરિણમનિત્યત્વની દૃષ્ટિથી પુદ્ગલ દ્રવ્ય અનિત્ય કહેવાય છે અને પોતાના પુલપણને ત્યાગ ન કરવાના કારણે નિત્ય પણ માનવામાં આવે છે. બંને પ્રકારને વ્યવહાર જેવામાં આવે છે આથી કેઈ વિરોધ આવતું નથી. પ્રત્યેક વસ્તુમાં ઉકત બંને જ પ્રકારની અર્થાત નિત્યતા અને અનિત્યતાની વ્યવસ્થા છે અને એજ પ્રકારની પ્રતીતિ થાય છે. હા, કદી અનિત્યતાને ગૌણ કરીને નિત્યતાની પ્રધાનતાથી વિવક્ષા કરવામાં આવે છે અને કયારેક નિત્યતાની પ્રધાનતા કરીને અનિત્યતાને ગૌણ કરી દેવામાં આવે છે. આ રીતે પુદ્ગલમાં અનિત્યતા અને નિત્યતા બંને જ ધર્મ રહે છે એવું માનવામાં લગીર પણ મુશ્કેલી નથી. ૧૨ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy