________________
તત્વાર્થસૂત્રને પરિમાણવાળી જે વણાઓ છે. તે અયોગ્ય હોય છે અને અધિક પરિમાણવાળી હોય તે પણ અયોગ્ય હોય છે. ઓછા પરિમાણવાળી વર્ગણાઓમાં પગલદ્રવ્યોની ઉણપ હોવાથી તેમને અયોગ્ય કહેવામાં આવી છે અને વધુ પરિમાણવાળી વર્ગણાઓ.જરૂરથી વધુ પુદ્ગલે હોવાથી અયોગ્ય કહેલ છે. પ્રથમ વર્ગણ અલ્પદ્રવ્યવાળી હોવાથી, અયોગ્ય છે જ્યારે છેવટની વધુ દ્રવ્યવાળી હોવાથી અગ્ય છે અર્થાત્ તે યંગ્ય વર્ગણાઓથી જ ઔદારિકશરીરની નિષ્પત્તિ થાય છે.
અહીં એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે વધારે દ્રવ્યવાળી ઔદારિક વગણામાં, જે ઔદારિક શરીર માટે અયોગ્ય હોય છે તેમાં એક પુગળ જે ભેળવી દેવામાં આવે તે તે વૈકિય શરીરને અયોગ્ય પ્રાથમિક ક્રિયવર્ગણા જેવી થઈ જાય છે. આજ રીતે આહારક વગેરે બધી આગળની વર્ગણુઓની બબતમાં સમજી લેવું જોઈએ.
જે કે અહીં ભાષાવર્ગણા, અણાપાણવગણ તથા મવર્ગણાને ઉલ્લેખ કરવાનું કઈ પ્રકરણ નથી તે પણ કામણશરીરને યોગ્ય વર્ગણાઓને દેખાડવાના હેતુથી તેમને પણ નિર્દેશ કરવામાં આવેલ છે. આવી જ રીતે આ ઔદારિક વગેરે શરીર જુદા જુદા-દારિક વગણ વગેરેથી બનેલાં છે.
પાંચ શરીરમાં દારિક શરીરનું સર્વપ્રથમ નિદર્શન કરવામાં આવેલ છે. એનું કારણ એ છે કે તે બધાથી વધુ સ્થૂળ છે, અપપ્રદેશી છે અને તેમના સ્વામી બધાથી વધારે છે. ત્યારબાદ વક્રિય શરીરનો ઉલ્લેખ કરવાનું કારણ પૂર્વસ્વામીનું સામર્થ્ય છે અર્થાત્ જેને પહેલા ઔદારિક શરીર પ્રાપ્ત હોય તેજ વૈક્રિય શરીરને મેળવી શકે છે. જેવી રીતે વૈક્રિયશરીર લબ્ધિથી પણ હોય છે તેવી જ રીતે આહારક શરીર પણ લબ્ધિથી પ્રાપ્ત થાય છે. આ સમાનતાથી વૈક્રિય શરીરની પછી આહારક લેવામાં આવ્યું છે-આહારની અપેક્ષા પણ વધુ સૂક્ષ્મ હોવાથી તેની પછી તેજસનું તથા તેજસ અધિક સૂમ હોવાથી તેની પછી કામણ શરીરનું ગ્રહણ કરેલ છે. આહારક શરીરની અપેક્ષા તૈજસમાં અને તેજસની અપેક્ષા કામણુશરીરમાં અનન્ત પ્રદેશ અધિક હોય છે. જે ૨૯ છે
“ઉત્તરોત્તર કુદુમં આવો વત્તરિ મનિષ્ણા' રૂા
મૂળસૂત્રાર્થ–પૂત શરીર ઉત્તરોત્તર સૂક્ષ્મ છે અને એક જીવમાં એકી સાથે ચાર શરીરની ભજના છે | ૩૦
તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં ઔદારિક વગેરે પાંચ શરીરની પ્રરૂપણ કરવામાં આવી છે. તે શરીર ઉત્તરોત્તર સૂક્ષમ છે અને કોઈ જીવનાં બે ઈનાં ત્રણ તથા કઈ કઈના ચાર સુધી એકી સાથે હોઈ શકે છે એ માટે કહીએ છીએ—
પૂર્વોક્ત પાંચ શરીરમાંથી પૂર્વ શરીરની અપેક્ષા આગળ-આગળના શરીર સૂમ છે અર્થાત્ સૂક્ષમ પરિણમનવાળા પુદ્ગળદ્રવ્યથી બને છે. સૂમ હોવાના કારણે જ વૈક્રિય વગેરે ચાર શરીર આપણને સામાન્યતયા દેખાતાં નથી.
શંકા–શાસ્ત્રમાં ઔદારિક શરીરનું ઉત્કૃષ્ટ પરિમાણ એક હજાર યોજનથી કિચીત અધિક કહેલ છે જ્યારે વૈકિય શરીરનું ઉત્કૃષ્ટ પરિમાણ એક લાખ એજનથી થોડુંક વધુ કહેવામાં આવેલ છે. આવી સ્થિતિમાં ઔદારિકની અપેક્ષા વક્રિય શરીર સૂકમ કઈ રીતે હોઈ શકે ? - સમાધાન-સાચી વાત છે. પરિમાણની અપેક્ષાથી જે કે ઔદારિક શરીરની અપેક્ષા વૈકિય શરીર મોટું હોય છે તેમ છતાં આ દશ્ય હોવાથી તેને સૂકમ જ કહેવામાં આવે છે આ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧